મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબી જેતપર રોડ પોલો સર્કલ પાસે પાણીના ટેન્કરે બાઈકને કચડ્યું-યુવાનનું મોત, ૧૦૮ ની ટીમે ઇજાગ્રસ્ત પાસેની મોટી રકમ પરિવારનો સુપ્રત કરી


SHARE





મોરબી જેતપર રોડ પોલો સર્કલ પાસે પાણીના ટેન્કરે બાઈકને કચડ્યું-યુવાનનું મોત, ૧૦૮ ની ટીમે ઇજાગ્રસ્ત પાસેની મોટી રકમ પરિવારનો સુપ્રત કરી

મોરબીના જેતપર રોડથી બેલા જતા ખોખરા હનુમાન મંદિર રોડ ઉપર આવેલ પોલો સર્કલ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં પાણી ભરેલા ટેન્કર સાથે બાઇક અથડાતા બાઈક સવાર યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.ઘટના સ્થળે પહોંચેલી મહેન્દ્રનગર લોકેશનની ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી અહિંની સિવિલે ખસેડયો હતો.અને મોરબી બાદ રાજકોટ પણ ખસેડોયો હતો.જોકે તે યુવાનનું મોત નિપજેલ છે.

આ અંગે મળતી વિગત મુજબ ભાનુપ્રતાપ ગણેશભાઇ ખંડેલવાલ યાદવ (ઉંમર વર્ષ ૨૦) રહે.હાલ ટીંબડી પાસે ટ્રાન્સપોર્ટ ઓફીસમાં મોરબી મૂળ કિશનગઢ જીલ્લો અજમેર રાજસ્થાન ગઈકાલે તા.૧૬-૬ ના બપોરે એકાદ વાગ્યા આસપાસ પોતે બાઇક લઈને જઈ રહ્યો હતો.ત્યારે ખોખરા હનુમાન નજીક રોડ ઉપર પુરપાટ ઝડપે આવતા પાણીના ટાંકાના ચાલકે બાઈકને ઠોકરે લેતા ભાનુપ્રતાપ યાદવને માથે અને શરીરે ગંભીર ઈજા થઈ હતી.તેને તત્કાલ નજીકની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.રાજકોટની ગાંધીગ્રામ પોલીસની ટીમે જરૂરી કાગળ કાર્યવાહી કરીને ભાનુપ્રતાપના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો અને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ કે મૃતક ભાનુપ્રતાપ મૂળ રાજસ્થાનનો વતની હતો.પરંતુ અહીં મોરબીમાં કોઈ ટ્રાન્સપોર્ટના પેઢી સાથે કામ કરતો હતો.તે જેતપર તરફ રહેલા ટ્રક ચાલકને માલસામાનની બિલ્ટી આપવા જતો હતો.ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

વધુમાં મળતી માહિતી મુજબ, મૃતક ભાનુપ્રતાપ ગણેશભાઇ ખંડેલવાલ રહે.ટીંબડી પાસે ટ્રાન્સપોર્ટ ઓફિસ મોરબી નામનો યુવાન પોતાની પાસે ઉઘરાણીની ૩ લાખ જેવી મોટી રકમ  રકમ લઈને બાઇકમાં પસાર થઈ રહ્યો હતો.આ દરમિયાન પોલો સર્કલ નજીક પાણીના ટેન્કર સાથે તેમનું બાઈક અથડાયુ હતુ.અકસ્માત એટલો ભયાનક હતો કે ભાનુભાઈને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય તેવી અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી.જાણ થતા ૧૦૮ ની ટીમે દેવદૂતની ભૂમિકા ભજવી હતી.૧૦૮ ની ટીમ ગણતરીની મિનિટોમાં સ્થળ પર દોડી ગઈ હતી.દર્દીની અત્યંત નાજુક સ્થિતિ જોઈને ઇએમટી પ્રવિણભાઇ મેર અને પાઇલટ હનીફભાઇ દલવાણીએ સહેજ પણ સમય ગુમાવ્યા વિના ડૉ.પરમાર (ERCP) ના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ તાત્કાલિક પ્રાથમિક અને કટોકટીની સારવાર શરૂ કરી દીધી હતી.૧૦૮ ની ટીમે યુવાનને સમયસર ઓક્સિજન અને જરૂરી મેડિકલ સપોર્ટ આપીને તેનો જીવ બચાવવા મહેનત કરી હતી.જોકે બાદમાં આ યુવાનનું મોત નિપજયુ હતુ.
પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ
૧૦૮ ની ટીમે માત્ર દર્દીનો જીવ બચાવવા પ્રયાસ જ નથી કર્યો, પરંતુ ઉમદા પ્રામાણિકતા પણ દાખવી છે.અકસ્માત સમયે મૃતક ભાનુભાઈ પાસે રહેલી અઢીથી ત્રણ લાખ રૂપિયાની રોકડ રકમ અને અન્ય કિંમતી સામાન સંપૂર્ણ સુરક્ષિત રીતે તેમના સગા મુલદાનભાઈ ચારણને હોસ્પિટલના સ્ટાફ સમક્ષ પરત સોંપવામાં આવ્યો હતો. ૧૦૮ સ્ટાફે પ્રાથમિક સારવાર બાદ દર્દી ભાનુભાઈને વધુ સારવાર અર્થે નજીકના સગાના કહેવા મુજબ નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.અકસ્માતની કટોકટીની પળોમાં દેવદૂત બનેલા ૧૦૮ ના પ્રવિણભાઈ અને પાઇલટ હનીફભાઈની આ કામગીરી તેમજ પ્રામાણિકતાને સ્થાનિક લોકો અને ભાનુભાઈના પરિવારજએ બીરદાવી હતી.પરંતુ ટુંકી સારવાર બાદ ભાનુભાઇ યાદવનું મોત નિપજયુ હતુ




Latest News