મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો


SHARE







મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો

મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી થોડા દિવસો પહેલા એસઓજીની ટીમ દ્વારા મૂળ રાજસ્થાનના રહેવાસી એક શખ્સ પાસે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબ્જે કરવામા આવ્યો હતો. અને પોલીસે 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ મોબાઈલ ફોન મળીને 1.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો  નોંધાયો હતો જે ગુનામાં અગાઉ પકડાયેલ આરોપી પાસેથી ડ્રગ્સ મંગાવનાર આરોપીને બી ડિવિઝન પોલીસની ટીમે ઝડપી લીધો હતો અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ મેલડી માતાજીના મંદિર પાસે એસઓજીની ટીમે થોડા દિવસો પહેલા રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રાજસ્થાનના ઢગ તાલુકાના લસુડીયા ગામનો રહેવાસી કાલુલાલ પૂરાલાલ ગોયલ નામનો શખ્સ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે મળી આવ્યો હતો જેથી પોલીસે ડ્રગ્સ અને મોબાઈલ મળીને 1,53,140 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો જે ગુનાની આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.એલ.વાઘેલા અને તેની ટિમ ચલાવી રહી હતી અને અગાઉ પકડાયેલ આરોપી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મંગાવનારા આરોપી કિર્તિભાઈ કાનૂભાઈ વરાળીયા (27) રહે. હાલમાં લાલપર મોરબી મૂળ રહે. હળદર જિલ્લો બોટાદ વાળાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે. આમ ડ્રગ્સના ગુનામાં પકડાયેલા બંને આરોપી હાલમાં મોરબીની જેલમાં છે અને આ ડ્રગ્સનો જથ્થો આપનારા આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.






Latest News