ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત


SHARE







































અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત

મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જ્યારે શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરા વિસ્તારમાં ઈલેક્ટ્રીક શોટ લાગવાથી યુવાનનું મોત નીપજયું હતું અને ટંકારા તાલુકાના મીતાણા નેકનામ રોડ ઉપર આવેલ માતાજીના મંદિર પાસે કૂવામાં પડી જવાથી પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત નિપજ્યું છે.  

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટિયા પાસે આવેલ નિચીકેતા પ્રિન્ટ પેકેજીંગ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સંજીતકુમાર રામસુરત રાઇ (28) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની કારખાનેદાર અમિતભાઈ વાલમજીભાઈ ગામી (42) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

 મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલય સામેના ભાગમાં મફતીયાપરા વિસ્તારમાં રહેતા મનસુખભાઈ કાળુભાઈ મૂછડિયા (40) ને કોઈપણ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તેનુ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. તો ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ પ્રભુનગરમાં રહેતા જુગ્નુ દિનેશભાઈ ગજેરા (26) નામનો યુવાન માનસિક અસ્થિર હોય મિતાણા નેકનામ રોડ ઉપર આવેલ શીતળા માતાજીના મંદિર સામે આવેલ કુવામાં પડી ગયો હતો અને ત્યાં કુવાના પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા દિનેશભાઈ મોહનભાઈ ગજેરા (52) રહે. મીતાણા પ્રભુનગર વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.
















Latest News