મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા પાસે કાર ઝાડ સાથે અથડાતા મોરબીના બે યુવાનના મોત: બે સારવાર હેઠળ


SHARE











ટંકારાના મીતાણા પાસે કાર ઝાડ સાથે અથડાતા મોરબીના બે યુવાનના મોત: બે સારવાર હેઠળ

ગઈકાલે નવરાત્રીનો છેલ્લો દિવસ હોય મોરબીમાં ત્રાજપર વિસ્તારમાં રહેતા ચાર યુવાનો કાર લઈને રાજકોટ ખાતે ગરબી જોવા માટે ગયા હતા અને ત્યાંથી વહેલી સવારે પરત ફરી રહ્યા હતા ત્યારે પાંચેક વાગ્યાના અરસામાં મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ મીતાણા ગામ પાસે ગોળાઈમાં કાર ચાલકે પોતાની કારના સ્ટેરીંગનો કાબુ ગુમાવ્યો હતો અને રોડ સાઈડમાં આવેલ ઝાડ સાથે કાર અથડાઈ હતી જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને આ અકસ્માતમાં બનાવવામાં મોરબીના બે યુવાનના મોત નીપજ્યા છે અને બે યુવાનને ગંભીર જાઓ થઇ હોવાથી તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ મીતાણા ગામ પાસે ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે તે પહેલા આવતી ગોળાઈમાં રાજકોટ તરફથી મોરબી બાજુ આવતી કારના ચાલકે પોતાની કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર રોડ સાઈડમાં ઝાડ સાથે અથડાઈ હતી જેથી કરીને કારમાં બેઠેલા ચાર યુવાનો પૈકીના બે યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેના મોત નીપજ્યા છે અને બે યુવાનને ઇજાઓ થયો હોવાથી તેને રાજકોટ ખાતે સારવારમાં આવ્યા છે

સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારીમાં રહેતા જય ગોપાલભાઈ અગેચાણીયા, રોહિત ડાયાભાઈ અદગામા, રૂપેશ મનુભાઈ ધોળકિયા અને જય ચાવડા મોરબીથી ગઈકાલે નવરાત્રીનો છેલ્લો દિવસ હોય રાજકોટ ખાતે ગરબી જોવા માટે ગયા હતા અને કાર લઈને તેઓ વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં રાજકોટ બાજુથી મોરબી પરત ફરી રહ્યા હતા ત્યારે મીતાણા ગામે ઓવરબ્રિજ પહેલાની ગોળાઈમાં કોઈ કારણોસર કાર ચાલકે પોતાની કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર રોડ સાઈડના ઝાડ સાથે અથડાઈ હતી જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો

આ બનાવમાં કાર ચાલક જય ચાવડાને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે ક મોત નીપજયું હતું અને તેના મૃતદેને પીએમ માટે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જોકે રોહિત ડાયાભાઈ અદગામા, રૂપેશ મનુભાઈ ધોળકિયા, અને જય ગોપાલભાઈ અગેચાણીયાને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર કારગત મળતા રોહિત ડાયાભાઈ અદગામા (૧૭) નું મોત નિપજ્યું છે

હાલમાં જય ગોપાલભાઈ અગેચાણીયા (૧૯) અને રૂપેશ મનુભાઈ ધોળકિયા (૧૮) રાજકોટ સિવિલ હોસ્પિટલા ખાતે સારવારમાં છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને અકસ્માતના આ બનાવની આગળની તપાસ એમ.કે. બ્લોચ ચલાવી રહ્યા છ






Latest News