ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ


SHARE







































મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ

સમાજમાં શિક્ષણનું મહત્વ વધે અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુ સાથે મોરબીની જાણીતી સામાજિક અને શૈક્ષણિક સંસ્થા મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 15 વર્ષથી સતત સેવા કાર્ય કરી રહી છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ અર્પણ કરીને શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ એક વખત સાબિત કરી છે.મોરબીના સિપાઈવાસ વિસ્તારમાં આવેલી સિદ્દીકી મસ્જિદ નજીક આવેલા સિપાઈના જમાખાનામાં શિક્ષણ કીટ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 120 થી વધુ વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડા, નોટબુક, બોલપેન, પેન્સિલ, વોટર બોટલ, લંચબોક્સ, સ્કૂલ બેગ સહિતની જરૂરી શૈક્ષણિક સામગ્રીથી સજ્જ શિક્ષણ કીટ અર્પણ કરવામાં આવી હતી.

વર્ષો સુધી આ સેવાયજ્ઞનું સફળતાપૂર્વક નેતૃત્વ કરનાર મોરબી શહેરના નાયબ ખતીબ અને સર્વધર્મ સમભાવના પ્રતિક સમાન હઝરત પીર સિદ્દીકમિયા હાજી મદનીમિયા બાપુ કાદરીના માર્ગદર્શન હેઠળ આ સેવા કાર્ય સતત ચાલતું રહ્યું હતું. જોકે હઝરત પીર સિદ્દીકમિયા બાપુ આફાની દુનિયાને અલવિદા કરતા સમગ્ર મોરબી શહેર સહિત તેમના હજારો મુરીદોમાં શોકની લાગણી પ્રસરી હતી.તેમ છતાં તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી શિક્ષણ સેવાની પરંપરાને આજે પણ તેમના નાના ભાઈ સિકંદરમિયા હાજી મદનીમિયા બાપુ કાદરી દ્વારા એ જ સમર્પણ, સેવાભાવ અને નિષ્ઠા સાથે આગળ ધપાવવામાં આવી રહી છે.સિકંદરમિયા બાપુના માર્ગદર્શન હેઠળ મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ માત્ર શિક્ષણ કીટનું વિતરણ જ નહીં, પરંતુ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું પણ મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે. ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો તેમજ હઝરત પીર સિદ્દીક મિયા બાપુના મુરીદો દર વર્ષે ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં જોડાઈને સેવા કાર્યને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

આ પ્રસંગે સિકંદરમિયા હાજી મદનીમિયા બાપુ કાદરીએ જણાવ્યું હતું કે, "શિક્ષણ એ જ સમાજના વિકાસનો સાચો આધારસ્તંભ છે.એક બાળકને શિક્ષિત બનાવવું એટલે સમગ્ર પરિવાર અને આવનારી પેઢીને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જવું. આર્થિક સંજોગોના કારણે કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વર્ષોથી આ સેવા કાર્ય કરવામાં આવે છે અને ઇન્શા અલ્લાહ આગામી સમયમાં પણ આ સેવા કાર્ય અવિરત ચાલુ રહેશે."તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં શિક્ષણ વિના વિકાસ શક્ય નથી. શિક્ષણ વ્યક્તિને માત્ર રોજગાર પૂરું પાડતું નથી, પરંતુ તેને સારા સંસ્કારો, જવાબદારી અને સમાજ પ્રત્યેની ફરજનું પણ ભાન કરાવે છે. તેથી દરેક માતા-પિતાએ પોતાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાવવા પ્રાથમિકતા આપવી જોઈએ.સમાજમાં માનવસેવા અને શિક્ષણ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતી મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટની આ પ્રવૃત્તિ ખરેખર પ્રશંસનીય બની છે. છેલ્લા દોઢ દાયકાથી સતત ચાલી રહેલા આ સેવાકાર્યથી અનેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં આશાનું કિરણ પ્રગટ્યું છે. ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો, દાતા ઓ તથા હઝરત પીર સિદ્દીક મિયા બાપુના મુરીદોના સહયોગથી દર વર્ષે યોજાતો આ કાર્યક્રમ સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.શિક્ષણ અને માનવસેવાના ક્ષેત્રે મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે અને "શિક્ષિત સમાજ, સમૃદ્ધ સમાજ"ના સૂત્રને સાકાર કરવા તરફનું આ એક સકારાત્મક અને સરાહનીય પગલું ગણાઈ રહ્યું છે
















Latest News