મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી


SHARE











વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી

વાંકાનેર વિસ્તારના વિવિધ વિકાસલક્ષી પ્રશ્ર્નો અને જનહિતના મુદ્દાઓને લઈને રાજયસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ પત્રકાર પરિષદ યોજી હતી. આ પ્રસંગે તેમણે વાંકાનેર શહેર અને આસપાસના વિસ્તારોના મહત્વના પ્રશ્ર્નોને સરકાર સમક્ષ રજુ કરવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી.

વાંકાનેર મહાનદીમાં છોડાવેલ પાણી અને વાંકાનેર મોરબી બાયપાસ બનાવવાની સફળ રજુઆત બાદ સાંસદ એ જણાવ્યું હતું કે વિવેકાનંદ ચોકથી દાણાપીઠ સુધીના મુખ્ય રોડનું કામ ઝડપથી શરૂ થાય તે માટે સંબંધીત વિભાગ સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

આ માર્ગ શહેરના વેપાર અને વાહનવ્યવહાર માટે અત્યંત મહત્વનો હોવાથી તેનું આધુનિકીકરણ જરૂરી હોવાનું જણાવી તેમણે જણાવ્યું હતું કે શહેરના લાંબા સમયથી ચાલી રહેલા રેલવે ફાટકના પ્રશ્નના કાયમી ઉકેલ માટે ઉચ્ચ કક્ષાએ અને ટ્રાફીકની સમસ્યા દુર થાય અને લોકોને સરળ અવરજવર મળી રહે તે માટે જરૂરી આયોજન હાથ ધરવા માંગ કરવામાં આવી છે.

મચ્છુ નદી ઉપર હાઈવેના હાલના પુલથી ઉગમણી દિશામાં બની રહેલા પુલનું કામ અને અમરસર રેલવે ફાટક પરનો ઓવરબ્રિજ ઝડપથી પુર્ણ થાય તે માટે પણ રજુઆત કરવામાં આવી છે. હાલમાં રાતીદેવરીથી હાઈવેને જોડતો બાયપાસ છે, મોરબી બાયપાસ મંજુર થઈ ગયો છે .

ઉપરાંત એક નવો બાયપાસ રોડ બનાવવા રજુઆત કરાઈ છે, જે મોરબી-ચોટીલા તરફથી આવતા જતા વાહનોને જીનપરા જકાતનાકા પાસે આવવું ન પડે અને વારંવાર થતા અકસ્માતોમાં ઘટાડો થાય. સાંસદએ સર્કિટ હાઉસ અને આધુનિક પબ્લીક લાઈબ્રેરીની સુવિધા વાંકાનેરમાં ઉપલબ્ધ થાય તે માટે પણ રજુઆત કરી હોવાનું જણાવ્યું હતું. બંને પ્રોજેકટ શહેરના સામાજીક અને શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ સાબીત થશે.

ખાસ કરીને વાંકાનેર ફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ શરૂ કરવા અને કોરોના પહેલા બંધ પડેલી લોકલ ટ્રેન માટે રેલવે મંત્રાલય સમક્ષ રજુઆત કરવામાં આવી છે. જેના કારણે વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ અને મુસાફરોને મોટી રાહત મળશે. સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું કે વાંકાનેરના વિકાસ અને લોકોની સુવિધાઓ માટે તેઓ સતત પ્રયત્નશીલ છે અને તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સંબંધીત વિભાગો સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. આ પત્રકાર પરિષદમાં સ્થાનિક પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

 






Latest News