મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરમાંથી બે ઇકો ગાડીની ચોરી કરનાર એક રાજસ્થાની શખ્સની ચોરાવ ગાડી સાથે કરી ધરપકડ: એકની શોધખોળ


SHARE







વાંકાનેર શહેરના જુદા જુદા વિસ્તારમાંથી સમયાંતરે બે ઇકો ગાડીની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા લોકો દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ઇકો ગાડીની ચોરીની જુદી જુદી બે ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને જેના આધારે પોલીસે હાલમાં આ ગુનામાં એક રાજસ્થાની શખ્સની બે ચોરાવ ગાડી સાથે ધરપકડ કરેલ છે અને અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરમાંથી સમયાંતરે જુદી જુદી બે ઇકો ગાડીની ચોરી કરવામાં આવી હતી જેમાં ઇકો ગાડી નંબર જીજે 36 આર 6911 જેની કિંમત 4,00,000 તેમજ જીજે 36 એફ 1053 જેની કિંમત રૂપિયા 3,00,000 આમ કુલ મળીને સાત લાખની કિંમતની જુદી જુદી બે ઇકો ગાડીની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા વ્યક્તિઓ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી હતી દરમિયાન હાલમાં બંને ગાડી સાથે પોલીસે મૂળ રાજસ્થાનના મલવા ગામનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના હસનપર નાલા પાસે નવા બની રહેલા કારખાનામાં મજૂરની ઓરડીમાં રહેતા નિમ્બારામ હરુંરામ ભાખલા જાતે જાત (ઉંમર વર્ષ 20) ની પોલીસે ધરપકડ કરેલ છે અને તેની પાસેથી બંને ચોરવ ગાડીઓ કબજે લેવામાં આવી છે વધુમાં તેની પાસેથી રાજસ્થાનના ચીબી તાલુકો ગીડાના રહેવાસી ઓમપ્રકાશ ભૂરારામ જાણી જાતે જાટનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News