મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની બદલી: રાજકીય ઈશારે ઉથલાવ્યા હોવાની ચર્ચા


SHARE







મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત રાજ્યના 20 ચીફ ઓફિસરની ગુજરાત સરકાર દ્વારા આજે મોડી સાંજે બદલી કરવામાં આવી છે અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને હળવદ નગરપાલિકા ખાતે મુકવામાં આવેલા હોવાનું જાણવા મળે છે જોકે મોરબી નગરપાલિકામાં હાલ કોઈ અધિકારીને મૂકવામાં આવ્યા નથી જેથી કરીને રાજ્યની એ ગ્રેડની નગરપાલિકામાં આવતી મોરબી નગરપાલિકા રામ ભરોસે હોય તેવો ઘાટ સર્જાઇ રહ્યો છે અને વાંકાનેર નગરપાલિકાનું શું થશે તે પણ પ્રશ્ન ઊભો થયો છે 

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અધિકારીઓની એક પછી એક વિભાગમાં બદલી કરવામાં આવી રહી છે દરમિયાન આજે મોડી સાંજે સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યના 20 ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લામાં આવતી રાજ્યની એ ગ્રેડની મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની પણ બદલી કરવામાં આવેલ છે હાલમાં મળતી માહિતી મુજબ સંદીપસિંહ ઝાલાને મોરબી જિલ્લાની હળવદ નગરપાલિકામાં મૂકવામાં આવ્યા છે અને મોરબી નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે હાલમાં કોઈ અધિકારીને મૂકવામાં આવેલ નથી જેથી કરીને રાજ્યની એ ગ્રેડની નગરપાલિકામાં આવતી મોરબી નગરપાલિકા રામ ભરોસે હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે તેની સાથોસાથ વાંકાનેર નગરપાલિકાનો ચાર્જ પણ અગાઉ સંદીપસિંહ ઝાલાને આપવામાં આવ્યો છે જે તેઓની પાસે જ હોય વાંકાનેર નગરપાલિકાની કામગીરી ખોરંભે પડે તેવું ચિત્ર હાલમાં જોવા મળી રહ્યું છે જોકે મોરબી નગરપાલિકામાં હજુ સુધી અધિકારીની નિમણૂક કેમ નથી કરવામાં આવી નથી તે સૌથી મોટો પ્રશ્ન છે અને રાજકીય ઈશારે મોરબીના ચિફ ઓફિસરને ઉથલાવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે






Latest News