મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ


SHARE







ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ

કેસની હકીકત એવી છે કે ફરીયાદી દેવાણંદભાઈ બાબુભાઈ કુંભરવાડીયા તથા આરોપી દિલીપભાઈ વાઘજીભાઈ જીવાણી બંને વર્ષો થયા એક બીજાને સબંધ હતા.જેથી આરોપી દિલીપભાઈએ ફરીયાદી દેવાણંદભાઈ પાસેથી રૂા.૪,૦૦,૦૦૦ હાથ ઉછીની રકમ લીધેલ હતી.અને ફરીયાદી અને આરોપી વચ્ચે નોટરી લખાણ પ્રોમીસરી નોટ થયેલ હતી.ત્યારબાદ સમય વીતતા ફરીયાદીને રકમની જરૂરીયાત પડતા ફરીયાદીએ આરોપી પાસેથી રકમની માંગણી કરતા જેથી આરોપીએ એક ચેક રૂા.૪,૦૦,૦૦૦ નો આપેલ જે ફરીયાદી દ્વારા તેઓની બેંકમાં જમા કરાવતા ચેક વણચુકવ્યો પરત થતા ફરીયાદી દેવાણંદભાઈ દ્વારા નોટીશ આપેલ છતા આરોપીએ રકમ ચુકવણી કરેલ નહી.

જેથી ફરીયાદી દેવાણંદભાઈએ આરોપી સામે ચેક રીર્ટનનો ફોજદારી ફરીયાદ દાખલ કરેલ અને આ કેસ ચાલી જતા ફરીયાદ પક્ષે રજુ કરાયેલા પુરાવો તથા દલીલ તેમજ રજુ કરાયેલ ચુકાદાઓ ધ્યાને લઈને મોરબીના મહે.ચીફ.જયુડી.મેજી.જજ સાહેબ આરોપી દિલીપભાઈ વાઘજીભાઈ જીવાણીને બે વર્ષની કેદની રકમ ૪,૧૫,૦૦૦ નો દંડ તથા ફરીયાદીને ફરીયાદ કર્યાની તારીખથી ૯ ટકા વ્યાજ વળતર પેટે ચકવી આપવો હુકમ કરેલ છે. જો દંડ ચૂકવવામાં કસર કરવામાં આવે તો ત્રણ માસની વધુ કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી દેવાણંદભાઈ બાબુભાઈ કુંભરવાડીયા રે.ફડસર તરફે મોરબીના વકીલ મયુર પી.પુજારા રોકાયેલ હતા.






Latest News