મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં અકસ્માત સર્જીને આધેડનું મોત નિપજાવનાર બોલેરો ચાલકની ધરપકડ


SHARE







મોરબીમાં અકસ્માત સર્જીને આધેડનું મોત નિપજાવનાર બોલેરો ચાલકની ધરપકડ

મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાસે થોડા દિવસો પહેલા રિક્ષાને બોલેરોના ચાલકે હડફેટે લીધી હતી જેથી કરીને ઇજા પામેલા આધેડ રિક્ષા ચાલકેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું જેની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામે રહેતા કાનજીભાઈ દેવજીભાઈ વાઘેલા નામના ૫૫ વર્ષીય આધેડ રીક્ષા ચલાવવાનું કામ કરતા હોય મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાસેથી તેઓ તેમની રિક્ષા લઈને ગત તા.૨૨-૭ ના સવારે દશેક વાગ્યે જતાં હતા ત્યારે બોલેરોના ચાલકે તેમની રીક્ષાને હડફેટ લેતા ઇજાઓ થવાથી કાનજીભાઈ વાઘેલાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન કાનજીભાઈ દેવજીભાઈ વાઘેલાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવમાં મૃતકના દીકરા જીતેન્દ્ર વાઘેલા (ઉમર ૨૭) એ મોરબી સિટી એ ડિવિઝન ખાતે બોલેરો કાર નંબર જીજે ૧૬ ઝેડ ૧૩૭૩ ના ચાલકની સામે ફરિયાદ નોંધવતા પોલીસે હાલમાં બનાવની તપાસ કરી રહેલા હેડ કોન્સ્ટેબલ એ.એમ. જાપડીયા દ્વારા અકસ્માત સર્જનાર બોલેરો ચાલક કૃપાલભાઈ બાબુભાઈ બાંભવા જાતે ભરવાડ (ઉમર ૨૧) રહે.મીતાણા તા.ટંકારો વાળાની ધરપકડ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર બેલા ગામે રહેતા જયાબેન અરજણભાઈ કોળી (ઉમર ૫૯) પોતાના દીકરાના બાઈકમાં બેસીને રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા ઉપર પડેલા ખાડામાં બાઇક પડવાથી તેઓ બાઈકમાંથી નીચે પટકાયા હતા માટે તેઓને ઈજા થતાં સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News