મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના વાઘપરામાં રાધાકૃષ્ણ-ગંગેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ: આજે રાતે સંતવાણી, કાલે પૂર્ણાહુતિ અને મહાપ્રસાદ


SHARE







મોરબીના વાઘપરામાં રાધાકૃષ્ણ-ગંગેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ: આજે રાતે સંતવાણી, કાલે પૂર્ણાહુતિ અને મહાપ્રસાદ

મોરબીના વાઘપરા વિસ્તારમાં રાધાકૃષ્ણ તથા શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલમાં ચાલી રહ્યો છે અને ધાર્મિક વિધિ સાથે વિવિધ પ્રસંગોની ઉજવણી કરવા માટેનું આયોજન દ્વારા કરવામાં આવ્યું છે તેમજ મહાપ્રસાદનું આયોજન રવિવારના રોજ કરવામાં આવ્યું છે ત્યારે વધુમાં વધુ લોકોને દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે

મોરબીના વાઘપરા વિસ્તારમાં સમસ્ત વાઘપરા સતવારા સમાજ તેમજ શ્રી વાઘપરા સતવારા જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા રાધાકૃષ્ણ તેમજ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે ત્રિદિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.૫ થી શરૂ થયેલ છે અને ભવ્ય શોભાયાત્રા સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય આચાર્ય તરીકે શાસ્ત્રી જીગ્નેશભાઈ સી. પંડ્યા દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવી રહી છે તેમજ પૂજન અર્ચન સહિતની વિધિ તેઓ અને તેમની સાથે ભૂદેવો દ્વારા કરવામાં આવી રહી છે

આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠા યજ્ઞમાં રાધાકૃષ્ણ મંદિરના પ્રતિષ્ઠાના યજમાન પરમાર નિરવભાઈ દિલીપભાઈ અને ગંગેશ્વર મહાદેવ મંદિરના પ્રતિષ્ઠાના યજમાન સોનાગ્ર દિલીપભાઈ પ્રવીણભાઈ હોવાનું આયોજકોએ જણાવ્યું છે અને વધુમાં તેઓએ જણાવ્યું છે કે તા. ૬ ને રાત્રિના દસ વાગ્યે ત્યાં સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પરમેશ્વર સંતવાણી સેવા મંડળ દ્વારા સંતવાણી જમાવટ કરવામાં આવશે અને છેલ્લા દિવસે એટલે કે તા.૭ ને રવિવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવશે અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેથી વધુમાં વધુ લોકોને આ ધાર્મિક કાર્યક્રમ અને મહાપ્રસાદનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે






Latest News