ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતી યુવતી ભાઈને સ્કૂલે મુકવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી અને ત્યારબાદ તે ઘરે પાછી આવી નથી જેથી ગુમ થયેલ યુવતીના પિતાએ મોરબી બી ડિવિઝન  પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધાની ફરિયાદ આપતા પોલીસે તેની નોંધ કરીને ગુમ થયેલી યુવતીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે સર્વોપરી સ્કૂલની પાસે રહેતા સંજયભાઈ મોહનભાઈ દેવાયતકા (42)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેમની દીકરી ધ્રુવિકાબેન સંજયભાઈ દેવાયતકા (18) ગત તા. 10/8 ના બપોરે 12:00 વાગ્યાના અરસામાં તેના ભાઈ ભાર્ગવને સર્વોપરી સ્કૂલે મૂકવા જવાનું કહીને નીકળી હતી ત્યારબાદ તે ઘરે પછી આવેલ નથી અને ગુમ થઈ ગયેલ છે જેથી કરીને ગુમ થયેલ યુવતીના પિતાએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદના આધારે પોલીસે હાલમાં યુવતીને શોધવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે

ગુમ થયેલ યુવતી-પરિણીતા મળી આવી

મૂળ ટંકારા તાલુકાના લજાઈ ગામના રહેવાસી અને હાલમાં મોરબી સિરામિક સિટી ખાતે રહેતા સમીક્ષાબેન ચંદુભાઈ ચાવડા (20) નામની યુવતી ઘરેથી કોલેજે જવાનું કહીને ગત તા. 4/8 ના રોજ નીકળી હતી અને ગુમ થઈ હતી જે યુવતી મળી આવેલ છે તેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગર વિસ્તારમાં રહેતા શિલ્પાબેન સંજયભાઈ સાલાણી (23) નામની પરિણીતા ગત તા. 25/5 ના રોજ ગુમ થઈ હતી જે મળી આવતા તેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News