કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત
SHARE
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ: એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત
ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ આર્ય વિદ્યાલયમના વિદ્યાર્થીઓને સ્કૂલેથી તેઓના ઘરે પરત મૂકવા માટે થઈને સ્કૂલ બસ નીકળી હતી અને અમુક વિદ્યાર્થીઓને રસ્તામાં ઉતારી દીધા બાદ બસ જ્યારે મીતાણા ગામ પાસે આવેલ ઓવર બ્રિજ પાસે પહોંચી હતી ત્યારે ત્યાં બસની અંદર વાયરીંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી જોકે બસના ડ્રાઇવરે તમામ બાળકોને નીચે ઉતારી દીધા હતા જેથી કરીને આ ઘટનાની અંદર કોઈ જાનહાની થયેલ નથી પરંતુ સ્કૂલની બસ બળીને ખાખ થઈ ગઈ છે
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારા ગામ નજીક આવેલ આર્ય વિદ્યાલયમની સ્કૂલ બસ નંબર જીજે 17 ડબલ્યુ 4067 આજે બપોરે 12:30 વાગ્યે સ્કૂલેથી ધોરણ 3 થી 11 સુધીના અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને લઈને તેઓના ઘરે પરત મૂકવા માટે થઈને જઈ રહી હતી દરમિયાન મીતાણા પાસે આવેલ ઓવરબ્રિજ નજીક બસ પહોંચી ત્યારે ડ્રાઇવરની સીટની પાછળના ભાગમાં વાયરીંગમાંથી સળગતું હોય તેવી રીતે ધુમાડા નીકળ્યા hta જેથી બસના ડ્રાઇવર દ્વારા પોતાની બસને રોડ સાઈડમાં ઊભી કરવામાં આવી હતી અને બસમાં બેઠેલા તમામ બાળકોને રોડ સાઈડમાં નીચે ઉતારી દેવામાં આવ્યા હતા અને જોતામાં આખી બસ આગની જપેટમાં આવી જતા બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે
આજે જે દુર્ઘટના બની તે બસના ડ્રાઇવર ચિરાગભાઈ વિનોદભાઈ પારીઆ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓની બસની અંદર વીરવાવ ગણેશપર, મીતાણા અને પ્રભુનગરના 47 જેટલા બાળકોને લઈને તેઓ બાળકોને સ્કૂલેથી તેના ઘરે મૂકવા માટે થઈને જઈ રહ્યા હતા ત્યારે બપોરે એકાદ વાગ્યાના અરસામાં બસ ત્યારે મીતાણા ચોકડી પાસે પહોંચી હતી ત્યારે તેઓની ડ્રાઇવિંગ સીટની પાછળના ભાગમાં વાયરીંગમાંથી ધુમાડા નીકળતા હતા અને આગ લાગી હતી જેથી તેઓએ તાત્કાલિક પોતાની બસને રોડ સાઈડમાં ઊભી કરી દીધી હતી અને બસની અંદર બેઠેલા વિદ્યાર્થીઓને સ્કૂલ બસમાંથી નીચે ઉતારી દીધા હતા
ત્યારબાદ બસના ડ્રાઇવર તથા ત્યાં પહોંચી ગયેલ પોલીસની 112 વાનના સ્ટાફ દ્વારા સ્કૂલ બસમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે થઈને પ્રયત્ન કરવામાં આવ્યો હતો જો કે જોત જોતામાં બસ સ્કૂલની આગમાં જપેટમાં આવી ગઈ હતી જેથી કરીને બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે આ સ્કૂલ બસની અંદર વીરવાવના 17, ગણેશપરના 15 અને મીતાણા તથા પ્રભુનગરના 15 આમ કુલ મળીને 47 જેટલા બાળકો બેઠા હતા જે પૈકીના અંદાજે 17 જેટલા બાળકોને રસ્તામાં તેઓના ઘરે ઉતારી દેવામાં આવ્યા હતા અને 30 જેટલા બાળકો જે વીરવાવ, પ્રભુનગર અને મીતાણા વિસ્તારના હતા તેને મુકવા માટે થઈને બસ જતી હતી ત્યારે આ દુર્ઘટના બની છે જોકે બસના ડ્રાઇવરની સમય સૂચકતા ના કારણે તાત્કાલિક તમામ બાળકોને નીચે ઉતારી લેવામાં આવતા કોઈ જાનહાની કે કોઈને ઈજા થઈ નથી પરંતુ જે બસની અંદર આ દુર્ઘટના થઈ છે તેનું નિયમિત રીતે મેન્ટેનન્સ થતું હતું કે કેમ તે બાબતની તપાસ કરવી પણ જરૂરી છે હાલમાં બનાવ અંગેની ટંકારા પોલીસે નોંધ કરી પોલીસે રાબેતા મુજબની આગળની કાર્યવાહી હાથ ધરી છે
આ કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મચારીઓએ સમય સૂચકતા વાપરી અને વિધાર્થીઓનો જીવ બચાવવામાં મદદ કરવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરેલ છે જેથી એસપી મુકેશ પટેલ દ્વારા દરેક પોલીસને રૂપિયા 2000 નું ઇનામ GST સહિત તેમજ આ.સો. ડ્રાઇવર અને જીઆરડીને પ્રશંસા પત્ર પાઠવીને તેમની કામગીરી બિરદાવવાની જાહેરાત કરી છે. જેમા પોલીસ કર્મચારી જયેન્દ્રસિંહ ઈન્દુભા, દશરથસિંહ ઘનશ્યામસિંહ, દિવ્યેશભાઈ વાલજીભાઈ ભલગામડીયા અને હિમાંશુ રાજેશભાઈ સાકરીયાનો સમાવેશ થાય છે.