મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

મોરબીના કાળીપાટ વિસ્તારમાં બહેનના ઘરે આવેલા ભાઈએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







મોરબીના કાળીપાટ વિસ્તારમાં બહેનના ઘરે આવેલા ભાઈએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ કાળીપાટ વિસ્તારમાં રહેતી બહેનના ઘરે આવેલા ભાઈએ ઘરના રસોડામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વખતે પ્રમાણે મોરબી નજીકના લીલાપર રોડ ઉપર આવેલ નીલ કમલ સોસાયટી પાસે ઇન્ડિયા ટાઇલ્સ સામેના ભાગમાં રહેતો જીતેન્દ્ર વાલજીભાઈ સોલંકી (ઉમર ૨૭) નામનો યુવાન મોરબીના લીલાપર રોડ ઉપર કાળીપાટ પાસે રામદેવપીરના મંદિરથી આગળના ભાગમાં રહેતા તેના બેન જશીબેનના ઘરે આવ્યો હતો અને ત્યારે રસોડામાં તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન એકાદ વર્ષ પહેલાં કારખાને કામ કરતો હતો ત્યારે અકસ્માતે નીચે પડી જવાથી તેને માથાના ભાગે ઇજા થઈ હતી અને તેનું ઓપરેશન પણ કરાવ્યું હતું જોકે તે પોતાની જાતે ગમે ત્યારે માનસિક સંતુલન ખોઈ બેસતો હોય નીચે પડી જતો હતો જેથી કંટાળીને આવેશમાં આવીને તેણે આપઘાત કરી લીધો હોવાનું હાલમાં મૃતક યુવાનના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે

ઝેરી દવા પી ગયો

મોરબીની વાવડી ચોકડી પાસે મફતિયાપરામાં ઝુપડપટ્ટીમાં રહેતા રાજુભાઈ મૂળજીભાઈને જમવા બાબતે તેની પત્ની સાથે ઝઘડો થયો હતો અને જેથી કરીને તેને લાગી આવતા તેણે ઉંદર મારવાની દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News