મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા જીએસટીના વિરોધમાં ધરણાં-સૂત્રોચ્ચાર


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા જીએસટીના વિરોધમાં ધરણાં-સૂત્રોચ્ચાર

કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય વસ્તુઓ ઉપર પણ જીએસટી નાખવામાં આવેલ છે ત્યારે પ્રજા ઉપર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે જેથી મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ સામે વિરોધ પ્રદર્શન, સૂત્રોચ્ચાર અને ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા, તાલુકા અને શહેર કોંગ્રેસનાં આગેવાનો તેમજ યુથ, એનએસયુઆઈના હોદેદારો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે કોંગ્રેસના આગેવાનોએ કહ્યું હતું કે, તાજેતરા સરકારે ઘઉંનો લોટ ,મધ,ગોળ, અનાજ, દુધ, દહી, પનીર જેવી વસ્તુઓ પર જીએસટી લગાવેલ છે જેથી કરીને મોંઘવારી વધી છે ત્યારે લોકો ઉપર અસહ્ય બોજ વધી ગયો હોવાથી કોંગ્રેસ દ્વારા લોકોનો આવાજ બનીને ભાજપ સરકાર સામે વિરોધ વ્યકત કરશે ત્યારે મોરબી જિલ્લા  કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિભાઈ પટેલ, માજી પ્રમુખ મુકેશભાઇ ગામી, તાલુકા કોંગેસના પ્રમુખ કે.ડી. પડસુંબિયા, મહેશભાઇ રાજ્યગુરુ, અશ્વિનભાઈ વિડ્જા, ચેતનભાઈ એરવાડીયા, હનીફભાઇ પાયક, રાજુભાઇ જીલરિયા, દેવેન્દ્રસિંહ જાડેજા, ચિંતન રાજ્યગુરુ સહિતના કોંગ્રેસનાં આગેવાનો હોદેદારો સહિતના હાજર રહ્યા હતા અને ખાદ્ય વસ્તુઓની સાથોસાથ જીએસટી ગરબા ઉપર ૧૮ ટકા નાખવામાં આવેલ છે તેનો પણ વિરોધ કર્યો હતો






Latest News