મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાયો ગુનો


SHARE







મોરબીના મકનસર પાસે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાયો ગુનો

મોરબી વાંકાનેર હાઇવે ઉપર મકાનસર ગામ પાસે આવેલ કોમેન્ટ સિરામિક પાસે ત્રણ રસ્તા નજીક રોડ સાઈડમાં બનાવવામાં આવેલ વરસાદી પાણીના નિકાલ માટેની ગટરમાં બાઇક સાથે યુવન પડ્યો હતો ત્યારે બાઇક ચાલકને માથામાં ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવવામાં હાલમાં મૃતક યુવાનના પિતાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના જોધપર નદી ગામે રહેતા કૈલાશભાઈ વિનોદભાઈ ઉભડિયા (ઉમર  ૩૭) થોડા સમય પહેલા પોતાનું બાઈક નંબર જીજે ૩૬ જે ૪૪૨૮ લઈને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે કોમેન્ટ સિરામિક બાજુ જવાના ત્રણ રસ્તા પાસેથી પસાર થતા હતા ત્યારે સર્વિસ રોડની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ ખુલ્લી ગટરમાં તે બાઈક સાથે પડ્યો હતો જેથી કરીને તેને માથામાં અને શરીરને ગંભીર ઇજા થઈ હોવાથી કૈલાશભાઈ ઉભડીયાનું મૃત્યુ નીપજ્યું હતું અને જે બનાવવામાં હાલમાં મૃતક યુવાનના પિતા વિનોદભાઈ પાલાભાઈ ઉભડિયા (ઉંમર ૫૮) રહે. જોધપર વાળાની મોરબી તાલુકા પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર પાસે બાઈક સ્લીપ થઈ જવાથી કુબેરનગરમાં ત્રિલોકધામ મંદિર પાસે રહેતા અશોકભાઈ થાવરધરી રત્નાણી (ઉંમર ૩૦)ને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News