કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામે કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ ગ્રામજનો સાથે સાંભળ્યો મન કી બાત કાર્યક્રમ


SHARE







મોરબીના પંચાસર ગામે કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ ગ્રામજનો સાથે સાંભળ્યો મન કી બાત કાર્યક્રમ

દેશના લોકપ્રીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે ભારતભરમા મન કી બાતનો કાર્યક્રમ પ્રસારિત કરવામા આવે છે.મોરબી તાલુકામા દરેક શકિતકેન્દ્ર દિઠ "મન કી બાત ટીફીન કે સાથ" કાર્યક્રમ યોજાય છે.

પંચાસર ગામે ગુજરાત સરકારના વન, પર્યાવરણ, કલાઇમેન્ટ ચેન્જ, છાપકામ, કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયા, સહકારી આગેવાન મગનભાઇ વડાવીયા, નાથુભા ઝાલા, વેલજીભાઇ (બોસ સિરામીક), તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાંસદડીયા,નરેન્દ્રસિંહ ઝાલા, બચુભાઇ ગરચર, સિધ્ધરાજસિંહ જાડેજા, લાલજીભાઇ સોલંકી, નિતેશ બાવરવા, જીજ્ઞેશ કાનાણી, ઉમેશ ગોધવીયા, પંચાસર સરપંચ ભગીરથસિંહ, માણેકવાળા સરપંચ બ્રીજરાજસિંહ, રમેશભાઇ કાનાણી, નવધણભાઇ, વસંત ટુંડીયા, મોટી વાવડી સરપંચ ભગીરથસિંહ જાડેજા સૌએ સાથે મળી પ્રધાનમંત્રીની મન કી બાત નિહાળી હતી.કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ મન કી બાત બાબતે જણાવ્યું કે, વડાપ્રધાન દેશના ખુણે ખુણે બનતી ભારતને ગૌરવ અપાવતી ધટના હોય કે રમતવિરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની વાત કે નાના નાના રમકડા બનાવતા ગરીબ શ્રમિકનો ઉલ્લેખ જરુર મનકી બાત કાર્યક્રમમા કરતા હોય છે.જેમાંથી સૌને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિધ્ધ કરવાની પ્રેરણા મળે છે.મંત્રી )એ તમામ દેશવાસીઓને દર મહિનાના છેલ્લા રવિવારે સવારે ૧૧ વાગે મન કાં બાતનો કાર્યક્રમ ટીવી સ્કીન ઉપર નિહાળવો જોઇએ એવી અપિલ કરી હતી.પંસાસર-શિવનગર ગામના આગેવાનોએ મંત્રીનુ ઢોલ નગારા સાથે સ્વાગત તેમજ વિશિષ્ટ સન્માન કર્યુ હતું.

 




Latest News