હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા ટંકારાના લજાઈ ગામેથી એક્ટિવામાં પત્નીને બેસાડીને જડેશ્વર મેળામાં જતાં યુવાનને નડ્યો અકસ્માત: દંપતી સારવારમાં મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાં કતલખાને લઈ જવાતા 32 ઘેટાં, બકરા અને પાડાને બચાવ્યા: બે ગુના નોંધાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં લમ્પી ડિસીઝ સંદર્ભે જાહેરનામું બહાર પડાયું


SHARE







મોરબી જીલ્લામાં લમ્પી ડિસીઝ સંદર્ભે જાહેરનામું બહાર પડાયું

"લમ્પી સ્કીન ડીસીઝ" પશુઓ માટેનો એક અનુસૂચિત રોગના સંદર્ભમાં ગુજરાત રાજયના મોરબી જિલ્લાને નિયંત્રિત વિસ્તાર" તરીકે એનીમલ પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ ઈન્ફેકશિયસ એન્ડ કન્ટેજીસ ડિસીઝ ઇન એનિમલ્સ એક્ટ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને તાત્કાલિક અસરથી જાહેર કરવામાં આવ્યો છે. જેથી પ્રવર્તમાન પરિસ્થિતિ અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછારે એનીમલ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ઈન્ફેકશિયસ એન્ડ કન્ટેજીસ ડીસીઝ ઇન એનિમલ્સ તથા સી.આર.પી.સી. કલમ-૧૪૪ હેઠળ નિયંત્રણો મુકવા જાહેરનામું બહાર પાડેલ છે.

જાહેરનામા અનુસાર લમ્પી સ્કીન ડિસીઝ” (ગઠ્ઠો ચામડીના રોગ) ને અટકાવવા અને તેને નિયંત્રિત કરી શકાય અને ઢોરને જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાંથી તેમની અવરજવરને પ્રતિબંધિત કરવા મોરબી જિલ્લાની હદની અંદર અથવા બહાર અન્ય સ્થળોએ તેમજ અત્રેના જિલ્લામાં જીવંત પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને આવા પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ જાહેરનામું તા.૧૦/૮/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામું વેક્સીનેશન માટે લઇ જવાતા પ્રાણીના અવર-જવર માટે લાગુ પડશે નહી.




Latest News