મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા ટંકારાના લજાઈ ગામેથી એક્ટિવામાં પત્નીને બેસાડીને જડેશ્વર મેળામાં જતાં યુવાનને નડ્યો અકસ્માત: દંપતી સારવારમાં
Breaking news
Morbi Today

છેને ભડનો દીકરો, ગાંધીના ગુજરાતમાં આવતા મોરબીમાં દેશી દારૂનું વેચાણ બંધ કરાવવા ઢોલ પીટયો


SHARE







છેને ભડનો દીકરો, ગાંધીના ગુજરાતમાં આવતા મોરબીમાં દેશી દારૂનું વેચાણ બંધ કરાવવા ઢોલ પીટયો

મોરબી જિલ્લાના દરેક વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂ મળી જાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે દેશી દારૂ પીવાના લીધે નાની ઉમરમાં યુવાનોના અવશન થયા છે ત્યારે બાઓતડના લઠ્ઠાકાંડ પછી મોરબીમાં દારૂના દૂષણને ડામવા માટે પાલિકાના સભ્ય મેદાને પડ્યા છે અને મોરબીના વીસીપરામાં દેશી દારૂનું વેચાણ બંધ કરાવવા માટે ઢોલ બૂકાવીને કોઇની પાસે દારૂની માહિતી હોય તો તે આપવા માટે જાહેર જનતાને અપીલ પણ કરેલ છે

મોરબીના પાલિકાના વોર્ડ નંબર -૨ ના સભ્ય અને વીસીપરા વિસ્તારના રહેવાસી જયંતિભાઈ ઘાટલિયા ગાંધીના ગુજરાતમાં દારૂ બાંધી છે તે ગુજરાતમાં જ આવતા વીસીપરામાં ઢોલ વગાડીને ડેદધિ દારૂનું વેચાણ બંધ કરવા માટે આહ્વાન કર્યું છે અને તાજેતરમાં બોટાદ તેમજ બરવાળામાં લઠ્ઠાકાંડને લીધે ઘણા લોકોના મોત થયા છે જો કે, મોરબીના વીસીપરા સહિતના વિસ્તારમાં દેશી દારૂના લીધે છેલ્લા વર્ષોમાં ઘણા નાની વયના યુવાનોના મોત થયા છે તેવું પણ તેને કહ્યું છે અને વીસીપરા આખા વિસ્તારમાં ઢોલ વગાડીને વીસીપરામાં દારૂનું દૂષણ બંધ થાય તે માટે પોલીસનો ડર રાખ્યા વગર કોઈ પણ જગ્યાએ દારૂ હોય તો તેની માહિતી તેઓને આપવા માટે કહ્યું છે અને તેની પાસે માહિતી આવશે તો તે જનતા રેડ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે આમ મોરબીમાં પાલિકાના સ્થાનિક સભ્યએ ઢોલ વગડાવીને દારૂનું વેચાણ બંધ કરાવવા માટેનું હાલમાં આહ્વાન કર્યું છે જો કે, અન્ય રાજકીય આગેવાનો આવી હિંમત કરશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે




Latest News