કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે યુવાનનું મોત


SHARE







મોરબીના નાનીવાવડી ગામે યુવાનનું મોત

મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા અને મજૂરી કામ કરતા યુવાનનું મોત નીપજતા તેના મૃતદેહને પીએમ માટે સિવિલે લાવવામાં આવ્યો હતો જેથી કરીને તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નાની વાવડી ગામે રહેતા ગોપાલ મંગીલાલ હરવલ્લી (ઉમર ૩૨) નામના પરિણીત યુવાનનું મોત નીપજતા તેના ડેડબોડીને અહિંની સિવિલ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.ઝેરી દવા પી લેવાથી અથવા તો બીમારી સબબ મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન કરીને હાલ વિશેરા લઈને મોતનો ખરું કારણ જાણવા માટે તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં

મધ્યપ્રદેશના ઇન્દોરમાં રહેતા અને હાલ કામ સબબ મોરબી આવેલ ગુમાનસિંગ દિત્યાસિંગ વિરાલા નામના ૫૫ વર્ષીય આધેડ માળીયા હાઇવે ઉપર અમરનગર ગામ પાસે આવેલ લિયોલી સીરામીક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જેથી બનાવ અંગે હાલમાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આગળની તપાસ કરવામાં આવી છે.જ્યારે માળીયા હાઇવે ઉપર આવેલ રોટરીનગર ગામે રહેતા બધીબેન ભલાભાઇ ભંખોડીયા નામના ૬૯ વર્ષીય આધેડ મહિલા પુત્રના બાઈકની પાછળ બેસીને જતા હતા ત્યારે માળીયા હાઈવે ઉપર તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓ થવાથી તેઓને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.જે અંગે હાલમાં તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.




Latest News