હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા ટંકારાના લજાઈ ગામેથી એક્ટિવામાં પત્નીને બેસાડીને જડેશ્વર મેળામાં જતાં યુવાનને નડ્યો અકસ્માત: દંપતી સારવારમાં મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાં કતલખાને લઈ જવાતા 32 ઘેટાં, બકરા અને પાડાને બચાવ્યા: બે ગુના નોંધાયા
Breaking news
Morbi Today

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ શ્રીરામ સોસાયટીમાંથી યુવાન ગુમ


SHARE







મોરબીના આલાપ રોડ ઉપર આવેલ શ્રીરામ સોસાયટીમાંથી યુવાન ગુમ

મોરબી શહેરના આલાપ રોડ ઉપર આવેલ શ્રીરામ સોસાયટીમાંથી યુવાન ગુમ થઈ ગયો છે.જેથી કરીને હાલમાં ગુમ થયેલ યુવાનની પત્નીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ગુમ થયા હોવા અંગેની ગુમ સુધા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમ થયેલા યુવાને શોધવા માટે તેને કવાયત શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના આલાપ રોડ ઉપર આવેલ શ્રી રામ સોસાયટીમાં રહેતા મૂળ નેપાળના રહેવાસી સીતાબેન બલગોપાલ ધુન્કેલ (ઉંમર ૩૩) એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓના પતિ બલગોપાલ ધૂન્કેલ (ઉંમર ૩૩) રહે.હાલ આલાપ રોડ શ્રીરામ સોસાયટી મૂળ રહે.વિવસ્તીનગર તા.ધનગડી જી.કૈલાલી નેપાળ વાળો ગત તા.૨૦-૭ ના વહેલી સવારે ચાર વાગ્યાથી ગુમ થઈ ગયા હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીએ જણાવ્યુ છે કે, તેઓના પતિ કોઈ કારણોસર તેઓના ઘરેથી કોઈને કશું કહ્યા વગર વહેલી સવારે ચારેક વાગ્યે નીકળી ગયા છે અને ત્યારબાદ તે ગુમ થઈ ગયેલ છે જેથી કરીને પરણીતાએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદના આધારે પોલીસે હાલમાં ગુમ થયેલા યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદના વિનોબા ગ્રાઉન્ડ પાસે રહેતી આશાબેન લાલાભાઇ માંગકીયા નામની આઠ વર્ષની બાળકીને અજાણ્યા બાઇક ચાલાકે ટક્કર મારતા જમણા હાથે ફેક્ચર જેવી ઇજાઓ થવાથી તેણીને સારવાર માટે મોરબી ખસેડવામાં આવી હતી.જ્યારે માળિયા મીંયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા સંજયભાઈ ઉગાભાઇ ચાવડા નામના ૩૨ વર્ષના યુવાને તેના ઘેર કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે પોલીસે નોંધ કરીને કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.તેમજ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા દાઉદભાઈ ઇબ્રાહીમભાઇ નામના ૫૫ વર્ષીય આધેડને શહેરના ગાંધીચોક વિસ્તારમાં કોઈ બાબતે ઝઘડો થયા બાદ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા તેઓને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા




Latest News