હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
Breaking news
Morbi Today

ટંકારાના ધારાસભ્યએ ખોડાપીપર ગામે અદ્યતન એમ્બ્યુલન્સ અર્પણ કરી


SHARE











ટંકારાના ધારાસભ્યએ ખોડાપીપર ગામે અદ્યતન એમ્બ્યુલન્સ અર્પણ કરી
 
ટંકારા પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરા દ્વારા પડધરી તાલુકાના ખોડાપીપર ગામે પોતાની ગ્રાન્ટમાંથી ખોડાપિપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા અદ્યતન એમ્બ્યુલન્સ આપી હતી. 

લલિતભાઈએ કોરોના જેવી મહામારી કે અન્ય આપદા આવે તો લોકોને મુશ્કેલી પડે નહિ એટલા માટે એમ્બ્યુલન્સ આપવાનો નિર્ણય કર્યો હતો. આ એમ્બ્યુલન્સ લોકાર્પણ પ્રસંગે આરોગ્ય વિભાગ અને  સર્વ ગ્રામજનો દ્રારા લલીતભાઈ કગથરા તથા ડો. ડાયાભાઈ પીપળીયાને સન્માનિત કરવામાં  આવ્યા હતા અને હૃદયપૂર્વક તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અર્જુનભાઈ ખાટરિયાએ જાગૃત અને કર્મઠ ધારાસભ્ય લલીતભાઇ કગથરાનીને કામગીરી બિરદાવી હતી. આ પ્રસંગે જયંતીભાઈ જે. પટેલઘનુભા જાડેજાભાણુભાઅવચરભાઈભરતભાઈ તળપદાહેમુભાગીરૂભા જાડેજાવસંતભાઈ ગઢીયારમણીકભાઇ પટેલજેરાજભાઈ વૈષ્ણવઇલાબેન કગથરાનયનભાઈ અઘારાકે.ડી.પડસુંબિયાહિરેનભાઈ તથા સહકારી આગેવાનો અને ટંકારા તેમજ પડધરી તાલુકાના વરીષ્ઠ આગેવાનો અને ગ્રામ્યજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. અને અશ્વિનભાઈ ગઢીયા દ્વારા કાર્યક્ર્મનું સંચાલન કરવામાં આવ્યું હતું.






Latest News