મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા


SHARE











મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા

મોરબીમાં નગર દરવાજા ચોકમાં બપોરના સમયે લારી, ગલ્લા અને પાથરણાના દબાણ થઈ જતા હોય છે જેથી કરીને આજે મોરબીના નગર દરવાજા ચોકથી લઈને જુના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં કરવામાં આવેલા લારી, ગલ્લા અને પાથરણાના દબાનોને દૂર કરવા માટે મહાનગરપાલિકાની ટીમ પહોચી હતી અને લારી, ગલ્લા અને પાથરણાના દબાણને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી.

મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ જુદા જુદા મુખ્ય માર્ગો ઉપર લારી, ગલ્લા અને પાથરણાના સહિતા જે કાચા પાકા દબાણો હોય છે તે દબાણોને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આજે મોરબી મહાનગરપાલિકાની ટીમ સાંજના સમયે મોરબીના નગર દરવાજા ચોકમાં પહોંચી હતી અને ત્યાં નગર દરવાજા ચોકમાં વાહન પાર્કિંગ માટે થઈને સફેદ કલરના પટ્ટા પણ મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવ્યા છે તે જગ્યા ઉપર લારી, ગલ્લા અને પાથરણાના દબાણ થઈ ગયા હતા તેને દૂર કરવામાં આવ્યા હતા.

તે ઉપરાંત કેટલાક વેપારીઓ દ્વારા પોતાની દુકાનની બહાર માલ સામાનના પથારા કરવામાં આવ્યા હતા અને કેટલાક વેપારીઓ દ્વારા ખાણીપીણીની લારીઓ રાખીને ત્યાં વેપાર કરવામાં આવતો હોય તેવું જોવા મળ્યું હતું જેથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ તમામ પ્રકારના દબાણોને દૂર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને રોડની સાઈડમાં તથા મુખ્ય ચોકની વચ્ચે જેટલા પણ લારી, ગલ્લા અને પાથરણાના દબાણ હતા તે દબાણો દૂર કરવામાં આવ્યા હતા છે.

ઉલેખનીય છે કે, અગાઉ મહાનગરપાલિકા કચેરીના સામેના ભાગમાં સવારે શ્રમિકોનો મેળો ભરાતો હતો તે બંધ કરવા માટે મહાપાલિકા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેવી જ રીતે જો મોરબી માટે હેરિટેજ સમાન નગર દરવાજા ચોકની આસપાસના વિસ્તારમાં તમામ પ્રકારના દબાણો કાયમી ધોરણે દૂર થાય તેના માટે મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે અને પોલીસ વિભાગ દ્વારા તેનો ચુસ્તપણે અમલ કરવામાં આવે તો આ લારી, ગલ્લા અને પાથરણાના સહિતના દબાણોની પીડામાંથી વેપારીઓ, નગરજનો, વાહન ચાલકો સહિતના તમામ લોકોને કાયમી મુક્તિ મળે તેમ છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનું જાહેરનામું ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News