ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું


SHARE







મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું

દેશને ક્ષયમુક્ત કરવાના ઉમદા આશય સાથે કાર્યરત ટીબી મુક્ત ભારત અભિયાનઅંતર્ગત મોરબીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા ક્ષય અધિકારીના સંયુક્ત માર્ગદર્શન હેઠળ મોરબીના નવા બસ સ્ટેન્ડ (એસ.ટી. ડેપો) ખાતે એક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. "જન જન કા રખે ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન" ની રાષ્ટ્રીય થીમ હેઠળ યોજાયેલા આ કેમ્પમાં એસ.ટી. નિગમના અંદાજીત ૧૪૫ થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓએ ભાગ લઈ પોતાની આરોગ્ય તપાસ કરાવી હતી.

વનરેબલ ગ્રૂપ ધરાવતા નાગરિકોમાં ટીબીનું ત્વરિત નિદાન અને સત્વરે સારવાર શરૂ કરવાના મુખ્ય હેતુ સાથે આયોજિત આ કેમ્પમાં સેન્ટ્રલ ટીબી ડિવીઝન, ન્યૂ દિલ્હી દ્વારા ફાળવવામાં આવેલા આધુનિક ડિજિટલ પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા એસ.ટી. સ્ટાફના છાતીના એક્સ-રે પાડવામાં આવ્યા હતા. આ સાથે જ કેમ્પ દરમિયાન ઉપસ્થિત કર્મચારીઓનું ટીબી-લેપ્રસી સ્ક્રીનીંગ, બ્લડ પ્રેશર (બી.પી.), ડાયાબીટીસ અને જનરલ હેલ્થ ચેકઅપ પણ સ્થળ પર જ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડેપો મેનેજર પી.જી. કુંપાવત, એ.ટી.આઈ. વનરાજસિંહ ઝાલા, પ્રમુખ ડી.એન. ઝાલા, જે.એ. ઉમેશભાઈ વાઢેર, એડમીન મહેશભાઈ પંડ્યા અને ધવલભાઈ સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. જ્યારે તબીબી સેવાઓ પૂરી પાડવામાં વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટરના ડૉ. હાર્દિક દેત્રોજા, જિલ્લા ક્ષય કેન્દ્રના ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પિયુષભાઈ જોશી, સુપરવાઈઝર દીપકભાઈ પટેલ અને આરોગ્ય વિભાગની ટીમ સક્રિયપણે હાજર રહી જરૂરી સેવાઓ આપી હતી.






Latest News