મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે


SHARE







મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે

ગુજરાતના ઉભરતા ફૂટબોલ ખેલાડીઓને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાના આશય સાથે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-મોરબી દ્વારા ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા ૨૦૨૬-૨૭નું આયોજન કરવામાં આવ્યું છે. 

આ જિલ્લા કક્ષાની સીધી સ્પર્ધામાં ભાગ લેવા માટે તમામ શાળાઓએ પોતાના ખેલાડીઓની ઓનલાઈન એન્ટ્રી સત્તાવાર વેબસાઈટ www.subrotocup.in પર ફરજિયાતપણે કરવાની રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ તા. ૨૯/૦૬/૨૦૨૬ સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-મોરબી, ઓમ શાંતિ પ્રી-સ્કૂલની સામે, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-૨ખાતે મોકલી આપવાની રહેશે. આ સ્પર્ધામાં સબ જુનિયર ભાઈઓ (અંડર-૧૫) જેમાં ૦૧/૦૧/૨૦૧૨ પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે. જુનિયર ભાઈઓ/ બહેનો (અંડર-૧૭) કે જેમાં ૦૧/૦૧/૨૦૧૦ પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લેવા પાત્ર રહેશે. આ ફૂટબોલ સ્પર્ધાના નિયમો, રજીસ્ટ્રેશન પ્રક્રિયા અથવા અન્ય કોઈ પણ પ્રકારની વિગતવાર માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે શાળાઓ અને ખેલાડીઓએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના પ્રતિનિધિશ્રી મુસ્તાક સુમરા (મોબાઈલ નં. ૬૩૫૩૧૮૩૫૮૩) નો સંપર્ક સાધવાનો રહેશે. મોરબી જિલ્લાની તમામ શાળાઓના મહત્તમ ખેલાડીઓ આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સહભાગી બને તે માટે મોરબી જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News