મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી
Breaking news
Morbi Today

મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી


SHARE











મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી

મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના હિત અને સુખાકારી માટે પ્રથમ ચરણમાં વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશનનું વિમોચન કરવામાં આવ્યું હતું જેના થકી મોરબીના નગરજનોને કચેરી સુધીના ધક્કા ઘટી ગયા છે. અને લોકો ઘેર કે ઓફિસે બેઠા જ વિવિધ સેવાઓનો લાભ મેળવી રહ્યા છે છેલ્લા ૪ માહિનામાં મોબાઇલ એપ્લિકેશનથી નગરજનો દ્વારા ૪૦૦૦ થી વધુ ફરિયાદ આપવામાં આવેલ છે અને ૩ કરોડ થી વધુ રૂપિયા મનપામાં ઓનલાઇન વેબસાઈટથી ભરવામાં આવેલ છે.

મોરબીના નગરજનો વિવિધ પ્રકારના વેરા વેબસાઈટથી ભરી શકે અને ફરિયાદ એપ્લિકેશનથી કરી શકે તેની સુવિધા પહેલા ઊભી કરવામાં આવી હતી જેથી કરીનર મિલકત વેરો ભરપાઈ કરવા માટે મોરબીના લોકોએ મનપાની ઓનલાઇન વેબસાઈટનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં ૩,૩૮,૩૮,૫૯૧ જેટલો વેરો માનાપમા જમા કરાવેલ છે. અને આજ દિવસ સુધીમાં કુલ મળીને ૧૪૩૧૬ જેટલી ફરિયાદ મનપામાં નોંધાયેલ છે જેમાં છેલ્લા ૪ મહિનામાં અંદાજિત ૪૯૨૬ જેટલી ફરિયાદ મોબાઈલ એપ્લિકેશન દ્વારા નગરજનોએ વિવિધ શાખાઓમાં કરી હતી, જેમાંથી મહત્તમ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે, ત્યારે મનપાના અધિકારી જણાવ્યુ છે કે, વેરો ભરવા માટે વેબસાઈટ અને ફરિયાદ કરવા માટે મોબાઇલ એપ્લિકેશનનો નાગરિકો દ્વારા વધુને વધુ ઉપયોગ કરવામાં આવશે તો તેઓને ધક્કા થશે નહીં અને સમય પણ બચી જશે.






Latest News