મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળના ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એક ડ્રાઈવરનું મોત મોરબી-ટંકારામાં વિદેશી દારૂની પાંચ રેડ: 12 બોટલ દારૂ-બિયરના 6 ટીન કબ્જે વાંકાનેરમાં જુગારની રેડ પડતાં નાસભાગ મચી: 5 શખ્સો 73,200 ની રોકડ સાથે પકડાયા, બે ફરાર મોરબી નજીક સિરામિક કારખાનામાં સીડી ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન


SHARE











મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન

વિધાર્થીઓનો  શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસ કરવાના અથાગ પ્રયત્નોના ભાગરૂપે ટ્રસ્ટી દેવકરણભાઈ અદ્રોજા અને જતીનભાઈ આદ્રોજાની પ્રેરણાથી કોલેજમાં સતત અભ્યાસની સાથે રમત ગમત અને ખેલ-કુદની પ્રવૃતિઓ યોજાતી રહે છે. જે અંતર્ગત કોલેજ દ્વારા સરદાર પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ, વાવડી ખાતે ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ટુર્નામેન્ટમાં કોલેજના તમામ ફેકલ્ટીના વિધાર્થીઓએ અલગ અલગ ટીમ બનાવીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં લીગ મેચ, ત્યારબાદ સેમીફાઈનલ અને ફાઈનલ મેચ યોજાઈ હતી. અને ટુર્નામેન્ટ દરમિયાન મેન ઓફ ધ મેચ ના ખિતાબ આપવામાં આવ્યા હતા, અને અંતિમ ફાઈનલ મેચ FY B.COM  (ENG.MED.) અને SY BBA ની ટીમ વચ્ચે યોજાઈ હતી. અને રોમાંચક મેચના અંતે SY BBA ની ટીમ ચેમ્પિયન બની હતી. અને સમાપન સમારોહમાં બેસ્ટ બેસ્ટમેન ધવલ બરાસરા (FY B.COM), બેસ્ટ બોલર દર્શન ગોંડલીયા (SY BBA), પ્લેર ઓફ ધ સીરિઝસ અક્ષયરાજસિંહ ઝાલા (SY BBA)ને સમ્માનિત કરવામાં આવ્યા હતા અને વિજેતા ટીમને કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ તકે વિજેતા ટીમને તથા વિવિધ ઇનામ મેળવનાર તમામ વિધાર્થીઓને કોલેજ પરિવાર દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટના સફળ આયોજનમાં કોલેજના સ્ટાફે ખુબ જહેમત ઉઠાવી હતી.






Latest News