મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત 


SHARE













મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત 

મોરબીના શનાળા રોડ ઉપર આવેલા જીઆઇડીસી વિસ્તારમાં કારખાનાની અંદર ઓઇલનું બેરલ વેલ્ડીંગ વડે કાપતા સમયે આગ લાગી હતી.જેમાં દાજી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, મોરબીના શનાળા રોડ ઉપર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની અંદર ગત તા.૧૭-૩ ના રોજ ઓઇલનું બેરલ વેલ્ડિંગ વડે કાપવામાં આવતુ હતુ.તે સમયે આગ લાગવાનો બનાવ બન્યો હતો.જેમાં મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ જીલોટ બોલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રહી મજૂરી કામ કરતા બાબુરામ બેચુરામ વિશ્વકર્મા લુહાર નામના ૫૫ વર્ષના આધેડ દાજી ગયા હતા.જેથી તેઓને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે રાખવામાં આવ્યા હતા.અને અત્રે સારવાર દરમિયાન તા.૨૪-૩ ના બાબુરામ બેચુરામ વિશ્વકર્માનું  મોત નિપજયુ હતું.બનાવ સંદર્ભે હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવતા હાલ ઉપરોકત બાબતે નોંધ કરવામાં આવી છે જેની આગળની તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા ચલાવી રહ્યા છે.

એનડીપીએસના ગુનામાં ધરપકડ

મોરબી ખાતે એનડીપીએસનો ગુનો નોંધાયો હતો.જેની તપાસ દરમિયાન પીએસઆઇ અંબારિયા દ્વારા આરીફશા ઉર્ફે ભૂરો ઈબ્રાહીમ શામદાર (૨૧) રહે. કાલિકા પ્લોટ રવાપર રોડ મોરબી નું નામ ખુલતા તેની અટકાયત કરવામાં આવી હતી અને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી તેમ પોલીસ દ્વારા જણાવાયેલ છે.

દવા પી જતા સારવારમાં

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા સુનિલભાઈ જયંતિભાઇ પટેલ નામનો ૩૮ વર્ષનો યુવાન કોઈ કારણોસર દવા પી ગયો હતો.જેથી તેને બેભાના હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના વિજયભાઈ મિયાત્રા દ્વારા નોંધ કરીને બનાવ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.જ્યારે હળવદના ટીકર ગામે રહેતા વ્રજલાલ નારણભાઈ પટેલ નામના ૭૦ વર્ષના વૃદ્ધ અકસ્માતે બાઈકમાંથી પડી જતા અત્રે ૐ ઓર્થોપેડિક હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે વાંકાનેર ખાતે ઘરે હિંચકો ખાતા સમયે પડી જતા મોહમ્મદઅસદ અલ્તાફભાઈ જરગેલા નામના દોઢ વર્ષના બાળકને અત્રે સારવાર માટે લાવવામાં આવ્યું હતું.

વાહન અકસ્માત

માળીયા મીયાણાના માતમ ચોક વિસ્તારમાં રહેતા મહેબુબભાઇ કાળુભાઈ જેડા નામના ૪૦ વર્ષના યુવાનને સારવાર માટે મોરબી આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તેઓ ઝીંઝુડાથી માળીયા તરફ જતો હતો ત્યારે દહિંસરાના ફાટક નજીક તેમનું બાઈક અન્ય બાઈક સાથે અથડાતા બનેલ બનાવમાં ઇજા પામેલ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના વાંકાનેર હાઈવે મકનસર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા નિલેશભાઈ જગદીશભાઈ સારલા (૨૨) રહે.જામસર તા.વાંકાનેરને પણ અત્રે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબી-વાંકાનેર હાઈવે શક્તિ ચેમ્બર નજીક કાર સાથે અથડામણ થતા શંકરકુમાર શ્રીમોહનભાઈ (૩૯) અને અભયકાંત મિશ્રા (૩૯) રહે.બંને હાલ મકાનસર તા.મોરબીને ઇજા થયેલ હોય સારવાર માટે લઇ જવાયા હતા બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News