મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન


SHARE













રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન

મોરબી માળિયા વિધાનસભા બેઠકના લોકપ્રિય ધારાસભ્ય તથા ગુજરાત રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની તાજેતરમાં કેન્સરની સારવાર પૂર્ણ થયેલ છે અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને ફરી પાછા અગાઉની જેમ કાર્યરત થઈ ગયા છે અને તેઓની આ સારવાર પૂર્ણ થયા બાદ તેઓ પ્રથમ વખત મોરબી આવી રહ્યા છે ત્યારે કાંતિભાઈના દિર્ધાયું માટે હનુમાન ચાલીસાના પાઠનું પઠાણ, યજ્ઞ સહિતના અને સેવાકીય કામો કરનારા તમામ લોકોનો ઋણ સ્વીકાર તેમજ કાંતિભાઈ માટે દેવતુલ્ય મતદારોના દર્શન માટે મોરબી શહેર ભાજપ પરિવાર તથા તેઓના ટેકેદારો દ્વારા ભવ્ય સ્વાગત સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી શહેર ભાજપના પ્રમુખ રીસીપભાઈ કૈલા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા તથા ભૂપતભાઈ જારીયા તે ઉપરાંત પ્રજ્ઞેશભાઈ વાઘેલા, જયદીપભાઇ કડિયા, જયદીપભાઈ દેત્રોજા સહિતના આગેવાનોની હાજરીમાં મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં માહિતી આપતા શહેર ભાજપના પ્રમુખ રિસીપભાઈ કૈલાએ જણાવ્યું હતું કે તાજેતરમાં મોરબીના ધારાસભ્ય તથા રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની કેન્સરની સારવાર પૂર્ણ થઈ છે અને તેઓની સારવાર ચાલુ હતી ત્યારે ઠેર ઠેર હનુમાન ચાલીસાના પાઠ નું પઠનમ યજ્ઞ અને ગૌસેવા સહિતના કાર્યક્રમ યોજાયા હતા જેથી કરીને કાંતિભાઈ અમૃતિયાએ તેઓના દિર્ધાયું માટે કામના કરનારા સહુ કોઈને મળવા માટેની લાગણી વ્યક્ત કરી હતી જેથી કરીને મોરબી શહેર ભાજપ પરિવાર દ્વારા આગમી તા 27 ના રોજ મોરબીમાં દરબારગઢથી બાપાસિતા રામ ચોક સુધીની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ બાપા સીતારામ ચોકમાં કાંતિભાઈ અમૃતિયાની જંગી જાહેર સભા યોજાશે આ તકે વિવિધ રાજકીય નેતાઓ, વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓ અને સંગઠનો, સમાજના શ્રેષ્ટીઓ, ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ સહિતનાઓ હાજર રહેશે.






Latest News