મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ


SHARE







મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ

સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની હાજરીમાં મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશના હૉલ ખાતે મિટિંગ યોજાઇ હતી જેમાં અધિકારીઓએ દ્વારા ગ્રાઉન્ડ વોટર માટે NOC કેવી રીતે મેળવવી  તેમજ NOC  પેન્ડિંગ હોય તો આગળ શું કાર્યવાહી કરવી જેવા મુદ્દાઓની ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.

મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશના હૉલ ખાતે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) ના અમદાવાદથી આવેલા અધિકારી ડૉ.રતિકાંત નાયક (પ્રાદેશિક નિયામક, બિસ્વરૂપ મહાપાત્ર (સાયન્ટિસ્ટ), સદ્દામ હુસૈન (સાયન્ટિસ્ટ) અને પ્રબોધકુમાર કુશ્વાહા (STA)ની હાજરીમાં જાગૃતિ કાર્યક્રમ તથા ઇન્ટરએક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરએક્ટિવ સેશનમાં સિરામિક ઉદ્યોગકારોને ગ્રાઉન્ડ વોટર પરમિશન NOC પ્રક્રિયા વિગેરે સંબંધિત મુદ્દાઓની  વિગતવાર છણાવટ કરી  માર્ગદર્શન આપ્યું હતું. 

ઉદ્યોગકારોને આવતાં પ્રશ્નો જેમ કે, ગ્રાઉન્ડ વોટરનો વપરાશના કરતા  હોવા છતાં જો શો કોઝ આવી હોય તો  શો કોઝ કેન્સલ કરવા માટે પોર્ટલ પર ડેટા ફિલઅપની પ્રક્રિયાગ્રાઉન્ડ વોટર માટે NOC કેવી રીતે મેળવવી  તેમજ NOC  પેન્ડિંગ હોય તો આગળ શું કાર્યવાહી કરવી જેવા મુદ્દાઓ અંગે અધિકારીઓ દ્વારા સ્પષ્ટ અને ઉપયોગી માહિતી ઓન લાઇન પોર્ટલ પર આપવામાં આવી હતી. જે માટે એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયા, સંદીપભાઈ કુંડારિયા સહિતના હોદ્દેદારો દ્રારા અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં  બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.






Latest News