મોરબી :સુતેલ યુવાનને સાપ કરડી જતા મોત મોરબીમાં બાઈક સ્લીપ થયા બાદ રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત ​​​​​​​મોરબીના કલેકટરે છત્તર ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, આંગળવાડી અને પ્રાથમિક શાળાની લીધી મુલાકાત માળીયા-હળવદ શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં નવી સરકારી અનાજની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૫૬ કરોડના ખર્ચે બનશે ૭૫૦ મીટર લાંબો ફ્લાયઓવર NABARD અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મોરબીની PACS માં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન


SHARE









મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન

વિધાર્થીઓનો  શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસ કરવાના અથાગ પ્રયત્નોના ભાગરૂપે ટ્રસ્ટી દેવકરણભાઈ અદ્રોજા અને જતીનભાઈ આદ્રોજાની પ્રેરણાથી કોલેજમાં સતત અભ્યાસની સાથે રમત ગમત અને ખેલ-કુદની પ્રવૃતિઓ યોજાતી રહે છે. જે અંતર્ગત કોલેજ દ્વારા સરદાર પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ, વાવડી ખાતે ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ટુર્નામેન્ટમાં કોલેજના તમામ ફેકલ્ટીના વિધાર્થીઓએ અલગ અલગ ટીમ બનાવીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં લીગ મેચ, ત્યારબાદ સેમીફાઈનલ અને ફાઈનલ મેચ યોજાઈ હતી. અને ટુર્નામેન્ટ દરમિયાન મેન ઓફ ધ મેચ ના ખિતાબ આપવામાં આવ્યા હતા, અને અંતિમ ફાઈનલ મેચ FY B.COM  (ENG.MED.) અને SY BBA ની ટીમ વચ્ચે યોજાઈ હતી. અને રોમાંચક મેચના અંતે SY BBA ની ટીમ ચેમ્પિયન બની હતી. અને સમાપન સમારોહમાં બેસ્ટ બેસ્ટમેન ધવલ બરાસરા (FY B.COM), બેસ્ટ બોલર દર્શન ગોંડલીયા (SY BBA), પ્લેર ઓફ ધ સીરિઝસ અક્ષયરાજસિંહ ઝાલા (SY BBA)ને સમ્માનિત કરવામાં આવ્યા હતા અને વિજેતા ટીમને કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ તકે વિજેતા ટીમને તથા વિવિધ ઇનામ મેળવનાર તમામ વિધાર્થીઓને કોલેજ પરિવાર દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટના સફળ આયોજનમાં કોલેજના સ્ટાફે ખુબ જહેમત ઉઠાવી હતી.




Latest News