મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા ગામે ઘરમાં ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત


SHARE











ટંકારાના મીતાણા ગામે ઘરમાં ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત

ટંકારાના મીતાણા વાલાસણ રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં સગીરાએ કોઈપણ કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

ટંકારાના મીતાણા ગામ પાસે આવેલ વાલાસણ રોડ ઉપર પ્રકાશભાઈ શીવાભાઈના રહેણાંક મકાનમાં તેમના બહેન તેજલબેન શિવાભાઇ સાડમીયા (17)એ કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

હાર્ટ એટેકથી મોત

વાંકાનેર શહેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં શિવ મંડપ વાળી શેરીમાં રહેતા અશોકભાઈ ઉમિયાશંકરભાઈ ત્રિવેદી (67) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈપણ કારણસર તેને હાર્ટ એટેકનો હુમલો આવવાના કારણે તેમનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

બાઇક સ્લીપ

મોરબીના ઘુટુ ગામે રહેતા વિજયભાઈ રમેશભાઈ રાઠોડ (42) નામનો યુવાન ગામ પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઈજા થતાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેતા ધનજીભાઈ વાઘજીભાઈ પરમાર (45) નામનો યુવાન ટિંબડી ગામના પાટીયા પાસે હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેને ઇજા થઈ હતી જેથી કરીને યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News