સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના ડેમી-૨ ડેમનો 1 દરવાજા ખોલીને સિંચાઇ માટે નદીમાં પાણી છોડ્યું


SHARE





ટંકારાના ડેમી-૨ ડેમનો 1 દરવાજા ખોલીને સિંચાઇ માટે નદીમાં પાણી છોડ્યું

ટંકારાનાં નસીતપર ગામ પાસે ડેમી-2 ડેમ આવેલ છે તે ડેમની નીચેના ભાગમાં આવેલ ચેકડેમને ભરવા માટે સિંચાઈ વિભાગ દ્વાર આજે સવારથી ડેમનો એક દરવાજો ખોલીને પાણી નદીમાં છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.

ટંકારા તાલુકામાં આવેલ ડેમી નદીમાં બનાવવામાં આવેલ ચેકડેમો ભરવા માટે ડેમી-2 ડેમમાંથી કુલ 37 MCFT પાણી છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે તા 17 ના રોજ સવારે સાડા આઠ વાગ્યાથી ડેમી-2 ડેમનો 1 દરવાજો 1 ફૂટ સુધી ખોલીને ડેમી નદીમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે અને કુલ મળીને 3517 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. તેવી માહિતી સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે અને આ ડેમમાંથી પાણી છોડતા પહેલા ટંકારા તાલુકાના નસીતપરનાના રામપર, મોટા રામપર તથા મોરબીના ચાચાપરખાનપર અને કોયલી ગામને એલર્ટ કરવામાં આવ્યા હતા.




Latest News