ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મસમાજ કા રાજદુલારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન


SHARE











વાંકાનેરમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મસમાજ કા રાજદુલારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન

વાંકાનેર ખાતે સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત બ્રહ્મસમાજ કા રાજદુલારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિત્યક્રમ મુજબ સાંજે ૮-૦૦ વાગ્યે સંધ્યા મહા આરતીમા ભૂદેવો સાથે ધાર્મિક, સામાજિક,રાજકીય આગેવાનો  ઉપસ્થિત રહે છે. દરરોજ સાંજે મહા આરતી બાદ ગણેશદાદાને  પ્રિય પ્રસાદ એવા મોદકનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. સાથે રાસ ગરબા પણ યોજાઇ છે

શહેરના ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ, રુગનાથજી મંદિરના રેવાદાસ બાપૂ, ફળેશ્વર મંદિરના મહંત વિશાલભાઈ પટેલબાપુ, રાજગુરુ નાગાબાવાજી મંદિરના પૂજારી જગદીશબાપુ સહિતના મંદિરના મહંતો તેમજ વાકાનેર રાજવી પરિવારના  મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલા, મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોના ભુપતભાઈ પંડ્યા, મુકેશભાઈ રાજ્યગુરુ, ચિંતનભાઈ ભટ્ટ, એન.એન.ભટ્ટ, વાકાનેર સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો રજનીભાઇ રાવલ, સુરેશભાઈ ભટ્ટ, અમરસીભાઈ મઢવી, મહેન્દ્રભાઈ આચાર્ય, દીપકભાઈ ઠાકર, કિશનભાઇ ભટ્ટ, પુસ્કરભાઈ ત્રિવેદી, રાજુભાઈ રાવલ, જયેશભાઈ ઓઝા સહિતના ભૂદેવો હાજર રહ્યા હતા. અને મહાઆરતી બાદ ઉપસ્થિત મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલા તથા ઉપસ્થિત સંતો મહંતો તથા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોનું સાલ તથા ફૂલહારથી સન્માન કરાયું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે બ્રહ્મસમાજ કા રાજદુલારા ગણેશ મહોત્સવ સમિતિના ભરતભાઈ ઓઝા, બાબુભાઈ રાજગોર, રાજુભાઈ મઢવી, પ્રવીણભાઈ દાદર, અમિતભાઈ ભટ્ટ, પ્રિયંક રાવલ , દુષ્યંત ઠાકર,યોગેશ પંડયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News