મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું  મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને છરી, ધોકા અને પાઈપ વડે હુમલો: યુવાનને છરીના ઘા ઝીકયા, 5 સામે ફરિયાદ વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી


SHARE











ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી

મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી કંપનીના વીજપોલ  અને વીજ વાયરની સામે યોગ્ય વળતરની માંગણી સાથે આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે તેવામાં સરકાર દ્વારા ખેડૂતો નો ચર્ચા માટે ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે પરંતુ ખેડૂતોએ ગાંધીનગર જવાની ના પડી દીધી છે જો કે, તેઓએ યોગ્ય વળતર માટે તેના માટે પોતાની 6 સ્પષ્ટ માંગ મોરબીના પ્રાંત અધિકારી સુધી પહોચાડી દીધી છે જેથી કરીને ખેડૂતોની માંગણીને લઈને હવે પ્રાંત અધિકારી ગાંધીનગર ખાતે જવાના છે જેવી માહિતી ઉપવાસી છાવણી ખાતેથી ખેડૂતો દ્વારા આપવામાં આવેલ છે.

મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા ઉપવાસીઓને ચર્ચા માટે સરકારે સરકાર ગાંધીનગર બોલાવી રહી છે જો કે, ખેડૂતોએ ગાંધીનગર જવાની ના પડી દીધી છે જેથી કરીને ખેડૂતો વતી હવે મોરબીના પ્રાંત અધિકારી ખેડૂતોની માંગણી સાથે ગાંધીનગર ખાતે જવાના છે ત્યારે ખેડૂતો દ્વારા કઈ કઈ માંગણી કરવામાં આવેલ છે તેની વાત કરીએ તો હાલમાં ગુજરાતમાં હાઇટેન્શન વીજલાઇનના યોગ્ય વળતરને લઈને ખેડૂતો પીડાઇ રહ્યા છે. અને આ પીડાના કારણે ખેડૂતો પોતાના કામ ધંધા મુકીને આંદોલનના માર્ગે ઉતરે છે, માટે ખેડૂતોએ પોતાની સ્પષ્ટ માંગણીઑ સરકાર સમક્ષ મૂકી છે જેમાં ટેલીગ્રાફ એકટ 1885 કલમ 10 (d) માં લખેલું છે કે TSP કંપનીએ ખેડૂતોના ખેતરોમાં ઓછામાં ઓછું નુકસાન કરવાનું અને થાંભલા અને તાર આવવાથી થતું સંપૂર્ણ નુકસાન ટેલીગ્રાફ ઓથોરીટી (TSP કંપની) એ ચુકવવાનું રહેશે. તો ગુજરાત ઉર્જા વિભાગ ખેડુત હિતેચ્છુ એવો પરીપત્ર બનાવે જેથી કરીને ટેલીગ્રાફ એકટ 1885 ની કલમ 10(d) મુજબ સંપૂર્ણ નુકસાનીનું વળતર મળી રહે, અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા તા. 14/06/24 અને 21/03/2025 ની ગાઇડલાઇનમાં સાનુકુળ સુધારા કરીને ગુજરાત ઉર્જા વિભાગ પરીપત્ર બનાવે.

કેન્દ્ર સરકારની ગાઇડલાઇનમાં સુધારા કરવાની જરૂર છે જેમાં તા. 14/06/2024 ની ગાઇડલાઇનમાં ટાવર વિસ્તાર માટે MRC કમીટી દ્વારા બજાર કિંમત નક્કી કરી છે તેના 200 % નો ઉલ્લેખ છે. પરંતુ રાજસ્થાન સરકારે હાઈ વોલ્ટેજ લાઇન હોવાથી ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડના વધારાના 200 % એટલે કુલ 400 % આપ્યા છે. તો ગુજરાતનાં ખેડૂતોને પણ બજાર કિંમતના નહીં કે જંત્રીના 400 % આપવામાં આવે, RoW માટે તા. 21/03/2025 ની ગાઇડલાઇનમાં MRC કમીટી દ્વારા બજાર કિંમત નક્કી થાય તેના 30 %, 45 % અને 60 % આપવાનો ઉલ્લેખ છે. પરંતુ હાઇટેન્શન લાઇનમાં ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ થાંભલાના ક્ષેત્રફળમાં અને તારના ક્ષેત્રફળમાં એટલે કે બન્નેમાં હોય છે. માટે RoW વિસ્તારમાં અમને 200 % વધારે એટલે કે કુલ 230 %, 245 % અને 260 % આપવામાં આવે, જમીનની બજાર કિંમત નક્કી કરવા D.L.V.C કમીટી નહીં પરંતુ તા. 21/03/2025 ની ગાઇડલાઇન પ્રમાણે MRC કમીટીની રચના કરવી જોઈએ.

અગાઉ તા. 14/06/2024 ની ગાઇડલાઇનના પોઇન્ટ નંબર (૯) પ્રમાણે સંપૂર્ણ વળતર (ટાવર વિસ્તારનું, RoW વિસ્તારનું, પાક નુકસાનીનું તથા અન્ય નુકસાન) એક હપ્તામાં અને એ પણ એડવાન્સમાં આપવામાં આવે, TSP કંપની ટેલીગ્રાફ એકટ 1885 ની કલમ 10(d) મુજબ સંપૂર્ણ નુકસાનીનું વળતરનો હુકમ ટેલીગ્રાફ ઓથોરીટી કંપની ખેડૂતોને આપે અને આ હુકમ કલેક્ટર કચેરીમાં જમા કરાવે પછી જ કલેક્ટર કલમ 16 (1) હેઠળની પ્રોસીડીંગ ચાલુ કરે અને કેન્દ્ર સરકાર ઉર્જા વિભાગની ગાઇડલાઇન 14/06/2024 અને 21/03/2025 માં સુધારો કરીને, બાકીનું બધું કેન્દ્ર સરકારની ગાઇડલાઇન 14/06/24 & 21/03/2025 માં છે તે પ્રમાણે જ રાખીને ગુજરાત ઉર્જા વિભાગ ખેડુત હિતેચ્છુ હોય તો નવો પરીપત્ર બનાવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News