મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં બાળકી સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સજા


SHARE











મોરબીમાં બાળકી સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સજા

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં રહેતી બાળકી ઉપર વર્ષ ૨૦૨૦ માં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટેમાં ચાલી ગયો હતો જેમાં આરોપીને કોર્ટે ૨૦ વર્ષની સજા ફટકારી છે.

મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતા મૂળ યુપીના પરિવારની પાંચ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેની બાળકીની માતાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે બી ડિવિઝન પોલીસે આરોપી રવિ પરમસુખ બધેલની ધરપકડ કરી હતી જે કેસ મોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા ૧૨ મૌખિક અને ૨૩ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા તેને ધ્યાને લઈને આરોપી રવિ પરમસુખ બધેલને ૨૦ વર્ષની સજા અને ૨૩ હજારનો દંડ કર્યો છે અને ભોગ બનેલ બાળકીને ચાર લાખનું વળતર અને આરોપી દંડની રકમ ભારે તો તે પણ બાળકીને આપવા માટેનો આદેશ કર્યો છે.






Latest News