મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું
SHARE
સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું
મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે તેવામાં વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવી આ ગ્રૂપના બહેનોએ વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા ઉલેખનીય છે કે, પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ મેડિકલ કેમ્પ, મોટીવેશન સેમિનાર, રક્તદાન કેમ્પ, નબળા વર્ગના લોકોને જરૂરી ચીજ વસ્તુઓ આપવી સહિતની સેવા કરી રહ્યા છે આ ગ્રુપના સભ્ય ચંદાબેન ઓમપ્રકાશભાઇ કાબરાના સહયોગ દ્વારા ઘરેથી રસોઈ બનાવી મોરબીના શંકર આશ્રમ નજીક આવેલ વૃધ્ધાશ્રમમાં વડીલોને શુધ્ધ અને સ્વાદિષ્ટ ભોજન કરવવામાં આવ્યું હતું આ તકે સાધનાબેન ઘોડાસરા, કાજલબેન આદ્રોજા, ચંદાબેન કાબરા, આશાબેન ભાલોડિયા અને અલ્પાબેન કાસુન્દ્રા સહિતના સભ્યો હાજર રહ્યા હતા.