ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે


SHARE







































મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે

ગુજરાત સરકારના બાગાયત ખાતા દ્વારા બાગાયતી ખેતી કરતા ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે વિવિધ સહાયલક્ષી નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ અંતર્ગત “ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ” તેમજ “બહુસ્તરીય પધ્ધતીથી ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ” જેવા મહત્વકાંક્ષી ઘટકો માટે આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

મોરબી જિલ્લાના પાત્રતા ધરાવતા તમામ બાગાયતદાર ખેડૂતો આ યોજનાઓનો લાભ લેવા માટે સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in (આઇ-ખેડુત પોર્ટલ ૨.૦) પર તા. ૦૯/૦૭/૨૦૨૬ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. બાગાયતદારોએ સહાય મેળવવા માટે સૌપ્રથમ આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ પર પોતાની નોંધણી (રજીસ્ટ્રેશન) કરાવવી ફરજિયાત છે. ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરી શકાશે. ખેડૂતોએ નિયત ફોર્મમાં માંગ્યા મુજબના તમામ જરૂરી સાધનિક કાગળો ઓનલાઈન અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને તેની પ્રિન્ટ નકલ પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે. ઓનલાઈન અરજીની પૂર્વ મંજૂરી મળ્યા બાદ, ખેડૂતોએ ક્લેઇમ સબમિટ કરતી વખતે આ પ્રિન્ટ પર સહી કરી જરૂરી દસ્તાવેજો સાથે ‘નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી’ ના સરનામે રૂબરૂ રજૂ કરવાની રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.
















Latest News