ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો


SHARE







































મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો

મોરબી શહેરમાં શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝિયોથેરાપી ક્લિનિકને 26 જૂને એક વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. પ્રથમ વર્ષ દરમિયાન ક્લિનિકે 3000 થી વધુ દર્દીઓને ફિઝિયોથેરાપી સારવાર આપીને મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

મોરબીનું આ પ્રથમ ટ્રસ્ટ આધારિત અને કોલેજ સંચાલિત ફિઝિયોથેરાપી ક્લિનિક છે, જ્યાં શહેરમાં સૌથી ઓછી અને પરવડે તેવી ફીમાં ગુણવત્તાસભર ફિઝિયોથેરાપી સારવાર આપવામાં આવે છે. ક્લિનિકમાં કમર અને ગરદનનો દુખાવો, સાંધાની સમસ્યાઓ, સ્ટ્રોક, ન્યુરોલોજીકલ તકલીફો, સ્પોર્ટ્સ ઇન્જરી તથા અન્ય વિવિધ સમસ્યાઓ માટે સારવાર આપવામાં આવે છે. આ ક્લિનિકની સ્થાપના અને વિકાસમાં શ્રી વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ પ્રસાદ ગોરિયાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમના માર્ગદર્શન અને સહયોગથી આ સેવા પ્રવૃત્તિ સફળતાપૂર્વક આગળ વધી રહી છે.
આ સિદ્ધિ પાછળ ડૉ. ખ્યાતિ પરમાર, ડૉ. હિરલ જાદવાણી, ડૉ. ધ્વનિ નિમાવત, ડૉ. પ્રાપ્તિ ગજેરા, ડૉ. શિવાની જીવાણી, ડૉ. પ્રતિક દેસાઈ, ડૉ. નિધિ વર્મોરા, ડૉ. ભક્તિ અંબાસણા તથા ડૉ. દિક્ષિતા વોરા દ્વારા આપવામાં આવેલી સેવાઓ અને યોગદાન નોંધપાત્ર રહ્યું છે. આ ક્લિનિક દ્વારા આગામી સમયમાં પણ મોરબીના નાગરિકોને સસ્તી, ગુણવત્તાસભર અને આધુનિક ફિઝિયોથેરાપી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
















Latest News