મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં કોલેજીયન યુવતીને માતાએ ભણવામાં ધ્યાન આપવાનું કહેતા યુવતીએ ફિનાઈલ પીને હાથે બ્લેડ વડે ચેકા માર્યા


SHARE











મોરબીમાં કોલેજીયન યુવતીને માતાએ ભણવામાં ધ્યાન આપવાનું કહેતા યુવતીએ ફિનાઈલ પીને હાથે બ્લેડ વડે ચેકા માર્યા

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલ રામકો સોસાયટીમાં રહેતી સથવારા કોલેજીયન યુવતીએ ફીનાઇલ પી લઈને બ્લેડ વડે હાથના ભાગે ચેકા માર્યા હતા જેથી કરીને તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી અને પોલીસમાં જાણ થતા ખુલ્યુ હતું કે માતાએ ભણવામાં ધ્યાન દેવા માટે કહ્યુ હતું જેથી કરીને તેણીએ ઉપરોકત પગલું ભરી લીધુ હતું..!

મોરબીના સામાકાંઠે હળવદ-ઘુંટુ રોડ ઉપર આવેલ રામકો સોસાયટી ખાતે રહેતા પાયલબેન ઘનશ્યામભાઈ સોનગ્રા જાતે સતવારા (ઉમર ૧૯) નામની કોલેજીયન યુવતીએ ફિનાઈલ પી લીધું હતું તેમજ બ્લેડ વડે હાથના ભાગે છેકા મારી લીધા હતા જેથી કરીને તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી હતી.બનાવ સંદર્ભે તાલુકા પોલીસમાં જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે ભોગ બનેલ પાયલબેન કોલેજમાં બીએસસીમાં અભ્યાસ કરે છે અને તેણીને તાજેતરમાં લેપટોપ લઈ દેવામાં આવ્યું હતું પરંતુ તે ભણવામાં ધ્યાન દેવાના બદલે ઈતર પ્રવૃત્તિઓમાં ધ્યાન દેતી હોય તેણીની માતાએ ભણવામાં ધ્યાન દેવા માટે કહ્યું હતું તે બાબતનું મનમાં લાગી આવતા તેણીએ ઉપરોકત પગલું ભરી લીધું હતુ.

દારૂની બોટલ સાથે બે પકડાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે શહેરના એસપી રોડ ઉપરથી નીકળેલ ક્રેટા કાર નંબર જીજે ૩૬ એએફ ૫૮૧૮ ની તલાસી લેતા કારમાંથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી રૂા.૩૦૦ ની કિંમતનો દારૂ અને પાંચ લાખની ક્રેટા કાર એમ કુલ રૂા.૫,૦૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં પોલીસે કિશન રમેશભાઇ અજાણા જાતે રબારી (૨૪) રહે.શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ બ્લોક નંબર એમ ૫૫/૩૧૦ અને જય ઉર્ફે કારો ગંગારામ પારજીયા જાતે પટેલ (૨૪) રહે.નવા બસ સ્ટેશન પાછળ ક્રિષ્ના એપાર્ટમેન્ટ મોરબી વાળાની દારૂના ગુનામાં ધરપકડ કરી ધોરણસકની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કાર બાઈક અકસ્માત

મોરબીના ઉમિયા સર્કલ પાસે યદુનંદન શેરી નંબર-૧ માં રહેતા વિનોદભાઈ લવજીભાઈ પોપટ નામના ૬૫ વર્ષના વૃદ્ધને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાતી પ્લોટના શેરી નંબર-૬ ના ખૂણા પાસે તેઓ બાઈક લઈને જતા હતા ત્યારે તેઓના બાઈકને કારના ચાલકે હડફેટે લીધું હતું જેથી ઇજા થતાં વિનોદભાઈ પોપટને સારવાર માટે ખસેડાયા હતા હાલ બનાવ અંગે જાણ થયેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News