મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં પોલીસકર્મી અને તેની માતા સામે ફરિયાદ નોંધાઈ


SHARE











મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં પોલીસકર્મી અને તેની માતા સામે ફરિયાદ નોંધાઈ

મોરબી શહેરમાં પોલીસકર્મીની પત્નીએ આપઘાત કર્યો હતો તે બનાવમાં પોલીસ કર્મચારી અને તેના માતા સામે પરિણીતાને મરવા મજબુર કર્યાની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. જેમાં સાસુ અંધશ્રદ્ધામાં માનતા હોય અને પરિણીતાને ત્રાસ આપતા હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે.

મોરબીના કબીર ટેકરી શેરી-૭ વાઘપરા મેઈન રોડ પર રહેતા ઉમા કનુભાઈ લાંબા જાતે ગઢવીએ ગીતા ધીરૂભાઈ કીડિયા અને રવિ ધીરૂભાઈ કીડિયા રહે. બંને સબ જેલ સામે રબારીવાસ શેરી નં.૪ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેની દીકરી મિતલ (૨૬) ના લગ્ન આઠ વર્ષ પહેલાં રવિ કીડિયા સાથે થયા હતા અને તેને ગત તા. ૮ ના રોજ મિતલે રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધા હતો જેથી તાત્કાલિક ફરિયાદી ઉમાબેન અને તેનો દીકરો યુવરાજ રવિકુમારના ઘરે પહોંચ્યા હતા. જ્યાં ઉપરના માળે દીકરીને નીચે ઉતારી બેડ પર સુવડાવી હતી અને હોસ્પિટલ લઇ ગયા હતા ત્યાર બાદ પરિણીતાની માતાએ તેની દીકરીને તેના સાસુ ગીતા ધીરૂભાઈ કીડિયા અંધશ્રદ્ધામાં વધુ માનતા હોય જેને કારણે તેને માનસિક દુખ ત્રાસ આપતા હોય અને દીકરી આ બાબતે ફોનમાં અને રૂબરૂમાં મળતી હતી ત્યારે વાત કરી હતી, પરંતુ થોડું જતું કરવાનું સમજાવતા હતા. તેમજ સાસુની અંધશ્રદ્ધાની વાત પતિને કરતી તો જમાઈ રવિકુમાર મારકૂટ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. અને છેલ્લા સાતેક મહિનાથી સાસુ ગીતાબેન અને જમાઈ રવિકુમાર કીડિયા અંધશ્રદ્ધાને કારણે શારીરિક અને માનસિક રીતે હેરાન કરી દુખ ત્રાસ આપતા હતા જેથી ફરિયાદીની દીકરીએ આપઘાત કર્યો હોવાની મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશને પોલીસકર્મી અને તેની માતા સામે ફરિયાદ નોંધાઈ છે






Latest News