મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ


SHARE







મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ખાતે આવેલ મધુ સ્મૃતિ સોસાયટી જીલટોપ સીરામીકની સામેના ભાગમાં રહેતા અને મૂળ બિહારના રિયાઝુદ્દીન સાહેબહુસેન અન્સારી નામના ૩૫ વર્ષના યુવાનનું ગત તા.૨૨-૬ ના રોજ મોત થયું હતું.મૃતક રીયાઝુદ્દીન મૂળ બિહારનો વતની હતો.અહીં મોરબી ખાતે રહીને વેડિંગનું કામકાજ કરતો હતો.તેની સાથે રૂમમાં અન્ય એક યુવાન સાથે રહેતો હતો.તા.૨૨-૬ ના કોઈ કારણોસર તેનું મોત નિપજ્યું હોય તેના ડેડબોડીને સિવિલે લાવવામાં આવ્યુ હતુ.અને બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પહોંચીને તપાસ શરૂ કરી હતી.જોકે મોતનું ખરું કારણ જાણવા મળેલું ન હોય મોતનું કારણ જાણવા માટે મૃતકના વિશેરા લઈને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.પીએસઆઇ એમ.આર.સિંધવ આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા

મોરબીના  નવલખી રોડ લાયન્સનગર વિસ્તારમાં હનુમાન મંદિર પાસે રહેતા વિશાલ હરેશભાઈ સોલંકી નામના ૨૧ વર્ષના યુવાન ઉપર ચાર-પાંચ લોકો દ્વારા પાઇપ અને ઈંટ વડે હુમલો કરી માર મારવામાં આવ્યો હતો.જેથી વિશાલને હાથના ભાગે ઈજા થતાં તેને અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.સારવાર બાદ પોલીસમાં જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના એમ.પી.ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી. જ્યારે મારામારીનો બીજો બનાવ શહેરના સામાકાંઠે સોઓરડીની પાછળ માળિયા વનાળીયા સોસાયટી ખાતે બન્યો હતો.જેમાં ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા ભરત ગૌતમભાઈ સારેસા (૨૮), સતીશ ગૌતમભાઈ સારેસા (૨૪) અને ગૌતમભાઈ પોપટભાઈ સારેસા (૫૩) ને ઇજાઓ થતાં સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

હુમલો કરનાર ચાર ની ધરપકડ

મોરબીના વજેપર વિસ્તારમાં મિત્રની સાથે બેઠેલા રોહિત જગદીશભાઇ બાંભણિયા નામના યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.તેના મિત્ર સાથેની માથાકુટમાં રોહીત ઉપર છરી-પાઇપ વિગેરે હથિયાર વડે હુમલો કરાતા ઈજાગ્રસ્તને રાજકોટ ખસેડાયો હતો.અને તે બનાવમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જે.વી.ઝાલા ચલાવી રહ્યા હોય તેઓએ હુમલો કરવામાં સંડોવાયેલા જગદીશ ઉર્ફે જગો સુરેશ થરેસા કોળી (૧૮) રહે.વજેપર, રાજુ ઉર્ફે જીગ્નેશ ઉર્ફે ઘુંઘરુ ભીમજીભાઇ આંત્રેસા કોળી (૨૪) રહે.વજેપર, જયપાલસિંહ હિતેન્દ્રસિંહ ઝાલા (૨૦) રહે.બાપાસીતારામ મઢુલી પાસે વાવડી રોડ મોરબી અને સાહિલ ઉર્ફે ટકો મુકેશભાઇ જાદવ (૨૦) રહે.રવાપર રોડ ભવાની સોડા વાળી શેરી કાલિકા પ્લોટની ઉપરોક્ત મારામારીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.હજુ એક ઇસમને પકડવાનો બાકી હોય તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરાઇ છે.






Latest News