મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં માળિયા વનાળીયા ગ્રામ પંચાયત પાસે રજડતા ઢોરનો આતંક: બે ખુટીયા યુદ્ધે ચડતા લોકોના જીવ પડિકે બંધાયા


SHARE











મોરબીમાં માળિયા વનાળીયા ગ્રામ પંચાયત પાસે રજડતા ઢોરનો આતંક: બે ખુટીયા યુદ્ધે ચડતા લોકોના જીવ પડિકે બંધાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોઓરડી પાસે માળિયા વનાળીયા ગ્રામ પંચાયત નજીક અને અન્ય વિસ્તારની અંદર રજડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે અને અવારનવાર રજડતા ઢોર શેરી ગલીમાંથી પસાર થતા અબાલ વૃદ્ધને હડફેટે લેતા હોય તેઓને નાના મોટી ઈજાઓ થતી હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં આવતા હોય છે આવી જ રીતે મોરબીના સોઓરડી પાસે આવેલ રામદેવ નગરમાં રહેતા વૃદ્ધને રજડતા ઢોરે હડફેટે લેતા તેને ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે લઈને ગયા હતા ત્યારબાદ બીજા દિવસે માળિયા વનાળીયા ગ્રામ પંચાયત કચેરી પાસે બે ખુટીયા યુદ્ધે ચડ્યા હતા અને તેને છુટા પાડવા માટે થઈને લોકો દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હતો તેમ છતાં પણ તે રજડતા ઢોર છુટા પડતા ન હોવાથી સ્થાનિક લોકોના જીવ પડીકે બંધાયા હતા અને જો યુદ્ધે ચડેલા ખુટીયા કોઈ રાહદારી વ્યક્તિને અથવા તો રહેણાંક વિસ્તારમાં રહેતા નાના બાળક અથવા મહિલાને હડફેટે લે અને જીવલેણ અકસ્માત સર્જાય અથવા તો કોઈને આજીવન શરીરમાં ખોડખાપણ રહી જાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે ? અત્યાર સુધીમાં મોરબી નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચા રજડતા ઢોરને પકડવા માટે સરકારી ચોપડે કરવામાં આવ્યા છે તેમ છતાં પણ મોરબી શહેરના ન માત્ર સોઓરડી અને માળિયા વનાળીયા સોસાયટી વિસ્તાર પરંતુ મોરબી શહેરના માર્ગ સમાન મુખ્ય વિસ્તાર એવા ખાટકીવાસ ચોક, સનાળા રોડ, લોહાણાપરા વિસ્તારમાં આજની તારીખે પણ રજડતા ઢોરનો આતંક અવારનવાર જોવા મળતો હોય છે અને રજડતા ઢોર યુદ્ધે ચડતા હોવાથી લોકોના જીવ પડીકે બંધાતા હોય છે આગામી સમયમાં આવા રજડતા ઢોર કોઈ માટે જીવલેણ સાબિત ન થાય તે પહેલા રજડતા ઢોરને પકડવા માટે થઈને પાલિકા દ્વારા નકર કામગીરી કરવામાં આવે તે જરૂરી છે જોકે, પાલિકાના સત્તાધીશો દ્વારા આ કામગીરી કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે






Latest News