મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

મોરબીના કેરાળી નજીકથી અજાણ્યા યુવાનની સળગાવેલી લાશ મળેલ તેમાં હત્યાનો ગુનો નોંધાયો


SHARE











મોરબીના કેરાળી નજીકથી અજાણ્યા યુવાનની સળગાવેલી લાશ મળેલ તેમાં હત્યાનો ગુનો નોંધાયો

મોરબી તાલુકાના કેરાળી ગામ પાસેથી અજાણ્યા વ્યક્તિની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી છે જેથી તે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે મોકલવામાં આવ્યો હતો અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેમજ મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ આઈ.એમ. અજમેરી દ્વારા હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના કેરાળી ગામ પાસે અજાણ્યા વ્યક્તિની સળગાવેલી હાલતમાં થોડા દિવસો પહેલા લાશ મળી હતી જેથી કરીને મૃતદેહને પીએમ માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈએ જવામાં આવી હતી અને ડોક્ટરના અભિપ્રાય મુજબ મૃતકને માથાના ભાગે બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવી છે અને ત્યાં બાદ તેની લાશને સળગાવવામાં આવી છે જેથી કરીને પીએસઆઇ દ્વારા અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે અને મૃતક વ્યક્તિ કોણ છે તેની ઓળખ મેળવવા માટે પણ પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News