મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર પાસે ગોડાઉનની ઓરડીઓમાંથી ૪૦.૫૧ લાખના ૮૯૮૮ બોટલો દારૂ સાથે એક પકડાયો: ત્રણની શોધખોળ


SHARE







મોરબીના લીલાપર પાસે ગોડાઉનની ઓરડીઓમાંથી ૪૦.૫૧ લાખના ૮૯૮૮ બોટલો દારૂ સાથે એક પકડાયો: ત્રણની શોધખોળ

મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં આવેલ ગોડાઉનની ઓરડીઓ દારૂનો જથ્થો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે તે ગોડાઉનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી વિદેશીદારૂની ૮૯૮૮ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે હાલમાં ૪૦,૫૧,૮૦૦ ના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને અન્ય ત્રણ આરોપીઓના નામ સામે આવ્યા છે જેથી તેની સામે પણ ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન અને જુગારની પ્રવૃતિ અટકાવવા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એન.એચ.ચુડાસમા અને તેની ટીમ કામ કરી રહી છે ત્યારે એલસીબીના સુરેશભાઇ હુંબલ, સંજયભાઇ રાઠોડ અને વિક્રમભાઇ કુગસીયાને સંયુકત્તમાં મળેલ ખાનગી હકિકત આધારે મોરબીના લીલાપર ગામની સીમમાં આવેલ રાધે પાર્ટી પ્લોટની પાછળ શીવ ગૌશાળા સંચાલીત ગીર ગાય ગૌશાળા એન્ડ ડેરીફાર્મની બાજુમાં આવેલ ગોડાઉન મિત વિજયભાઇ ચૌહાણ રહે. મોરબી વાળાએ ભાડે રાખેલ છે તેમાં દારૂની રેડ કરવામાં આવી હતી

ત્યારે ગોડાઉનમાંથી ઓલ સીઝન ગોલ્ડન વ્હીસ્કીની ૨૦૧૬ બોટલો જેની કિંમત ૧૨,૦૯,૬૦૦, રોયલ ચેલેન્જ ફાઇન રીર્ઝવ વ્હીસ્કીની ૧૩૨૦ બોટલો જેની કિંમત ૬,૮૬,૪૦૦, મેકડોવેલ્સ નં.-૦૧ કલેકશન વ્હીસ્કીની ૪૨૦૦ બોટલો જેની કિંમત ૧૫,૭૫,૦૦૦ અને રોયલ સ્ટગ સુપ્રીરીયર વ્હીસ્કીની ૧૪૫૨ બોટલો જેની કિંમત ૫,૮૦,૮૦૦ આમ કુલ મળીને ૮૯૮૮ બોટલ દારૂ જેની કુલ કિંમત ૪૦,૫૧,૮૦૦ નો માલ કબજે કરીને પોલીસે હાલમાં મિત વિજયભાઇ ચૌહાણ જાતે દરજી (૨૪) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાટર્સ બ્લોક નં.-બી/૯ મકાન નં.૧૧૦ મોરબી મુળ રહે મોડપર વાળાની ધરપકડ કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમે હાલમાં જેને પકડેલ છે તેની પાસેથી દિપકસિંહ ખોડુભા વાઘેલા રહે. મોરબી, ચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા રહે લજાઇ તાલુકો ટંકારા અને ચેતનસિંહ રવિન્દ્રસિંહ ચૌહાણ રહે. શનાળા રોડ, ગુજરાત હાઉસીંગ બોર્ડ મોરબી વાળાના નામ સામે આવેલ છે જેથી કરીને આ ચારેય શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોધીને ત્રણ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એન.એચ.ચુડાસમા, પીએસઆઈ એ.ડી.જાડેજા તેમજ એલ.સી.બી, પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલટીમ, તથા એએચટીયું મોરબીના સ્ટાફના માણસોએ કરેલ છે.






Latest News