મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે સીરામીક કારખાનાની બાજુમાંથી ૧૮૬ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE











મોરબીના લધીરપુર રોડે સીરામીક કારખાનાની બાજુમાંથી ૧૮૬ બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબીના લધીરપુર રોડ ઉપર સીરામીકની બાજુમાં આવેલ જાળી જાકરામાં દારૂનો જથ્થો હોવાની બાતમી બી ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૧૮૬ બોલ્ટ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને બાઇક મળીને ૧૦૩૯૬૦ રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી છે આવી જ રીતે મોરબીના પંચાસર રોડ ઉપરથી પાંચ બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લધીરપુર રોડ ઉપર ઓપટેલ સીરામીકની બાજુમાં આવેલ જાળી જાકરામાં દારૂનો જથ્થો હોવાની બાતમી મોરબી બી ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૧૮૬ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૮૩૯૬૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને દારૂની હેરાફેરી કરવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતા બાઈક નંબર જીજે ૩ સીએમ ૨૯૧૧ જેની કિંમત ૨૦૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૧૦૩૯૬૦ નો મુદ્દા માલ કબ્જે કરેલ છે અને પોલીસે હાલમાં ગીરીશભાઈ માધવલાલ લુવોટ જાતે પટેલ (૩૫) રહે. લાલપર નવા પ્લોટ મૂળ રહે બુટ્ટા પાલડી જીલ્લો મહેસાણા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે કયાંથી લઈને આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

પાંચ બોટલ દારૂ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની પાંચ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૮૭૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં આરોપી મુસ્તાક ઉર્ફે ઝેરી ઓસમાણ સોલંકી જાતે ઘાંચી (ઉંમર ૨૨) રહે. પંચાસર રોડ ભારત પરા શેરી નં-૧ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે






Latest News