મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ


SHARE







મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ દેશભક્તિ અને રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરવા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગ રૂપે આજે સવારે મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી લઈને શનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ સુધીની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મેયર ઉતમભાઈ સુરાણી, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી અરવિંદભાઇ વસાદડીયા, ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, ડો. જયંતિભાઈ ભાડેશિયા, કલેક્ટર સ્વપ્નિલ ખરે, પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, ડીવાયએસપી જે.એમ.આલ સહિતના અધિકારીઓ તેમજ રિશિપભાઇ કૈલા, મેઘરાજસિંહ ઝાલા, મનુભાઈ સારેસા સહિતના રાજકીય આગેવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ સહિતના જોડાયા હતા. ઉલેખનીય છે કે, આ વર્ષે તિરંગા યાત્રા "વંદે માતરમ્ @૧૫૦" ની વિશેષ થીમ હેઠળ યોજાઈ રહી છે. આ ઝુંબેશ અંતર્ગત મોરબી જિલ્લાના તમામ તાલુકાઓ તથા સમગ્ર જિલ્લામાં વિવિધ દેશભક્તિસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, આજે મોરબીમાં જિલ્લા કક્ષાની મુખ્ય તિરંગા યાત્રા શહેરના માર્ગો ઉપરથી નીકળી હતી ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી માર્ગો ગુંજી ઉઠ્યા હતા.






Latest News