મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો


SHARE







મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

મોરબી તાલુકામાં દારૂના ગુનામાં અનેક વખત પકાયેલ શખ્સ સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા એલસીબીની ટીમે આરોપી પાસા હેઠળ પકડીને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં પકડાયેલા શખ્સની સામે સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલવામાં આવી હતી જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરીને દારૂના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમ વાલજી ઉર્ફે વાલો શામજીભાઇ જંજવાડીયા (36) રહે. ત્રાજપર એસ્સાર પેટ્રોલપંપ પાછળ મોરબી વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કર્યું હતું જેથી આરોપીને સત્વરે અટકાયત કરવા માટે મોરબી જિલ્લા એલસીબીના પીઆઇએ સ્ટાફને સૂચના આપી હતી તેવામાં એલ.સી.બી./ પેરોલફર્લો સ્કોડની ટીમે આરોપી વાલજી ઉર્ફે વાલો શામજીભાઇ જંજવાડીયાને પકડીને પાસા હેઠળ જિલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપેલ છે. આ કામગીરી એલસીબીના ઈન્ચાર્જ પીઆઇની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News