મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન
SHARE
મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન
ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત “સંસ્કૃતકક્ષ” નું મોરબીની સાર્થક વિદ્યામંદીર શાળામાં ભવ્ય ઉદ્ભઘાટન આગામી તા 16 ને રવિવારે કરવામાં આવશે. ખાસ કરીને સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના સંવર્ધન માટે આ સંસ્કૃતકક્ષ કાર્યરત કરવામાં આવશે.
મોરબીની સાર્થક વિદ્યામંદીર શાળામાં આગામી રવિવારે સવારે 8 થી 11 દરમ્યાન સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમ સભા ખંડમાં યોજાશે આ તકે ભારતનો ભવ્ય વારસો સંસ્કૃત, કૌટિલ્ય અર્થશાસ્ત્ર, ભરતમુનિ નાટ્યશાસ્ત્ર, વિજ્ઞાનની વિરાસત સંસ્કૃત, સંસ્કૃત ક્રિડાઓ (રમતો), કથા (વાર્તા), વ્યવહારમાં વપરાતા સંસ્કૃત શબ્દો ચિત્ર દ્વારા, સુભાષિત- શ્લોક- ગીતા કંઠસ્થિકરણ, Live સંસ્કૃત (સરળ પાઠ્ય બિંદુઓ દ્વારા), કંઠસ્થીકરણ પ્રકલ્પ, અવિસ્મરણીય અદ્દભુત પ્રદર્શની (વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થશે) યોજાશે. અને ત્યાર બાદ 11 વાગ્યે સંસ્કૃતકક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યાર બાદ સાંજના 5 વાગ્યા સુધી સંસ્કૃતકક્ષની મુલાકાત લઈ શકશે.