મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત


SHARE







મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત

મોરબીના રંગપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં પતરા ઉપર સફાઈ કરતા સમયે પતરું તૂટી જવાના કારણે નીચે ટકાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે જ્યારે મોરબીના પાનેલી ગામ પાસે સીરામીક કારખાનામાં દિવાલ ઉપરથી નીચે ટકાતા ઈજા પામેલ યુવાનનું મોત નીપજયું છે આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના રફાલેશ્વર ગામે રહેતો કાનજીભાઈ વિક્રમભાઈ પરમાર (22) નામનો યુવાન મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે કે.જી.એલ. સીરામીક કારખાનામાં સિમેન્ટના પતરા ઉપર ચડીને કચરો સાફ કરી રહ્યો હતો દરમિયાન અકસ્માતે સિમેન્ટનું પતરું તૂટી ગયું હતું અને યુવાન ઊંચાઈ ઉપરથી નીચે ટકાયો હતો જેથી તે યુવાનને ઈજા થઈ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબીની ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના લાલપર ગામે રહેતા આરીફઅલી આલમગીર (23) નામનો યુવાન મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં આવેલ કેડા સીરામીક નામના કારખાનામાં કામ કરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર તે દિવાલ ઉપરથી નીચે પડી જતા તેને ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્મામૃત્યુ ના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે






Latest News